અરે વાહ! પ્લાસ્ટિક વેસ્ટમાંથી સુરતમાં બની રહ્યા છે પ્લાસ્ટિકના ટકાઉ રોડ, જાણો સંપૂર્ણ વિગત

એક તરફ પ્લાસ્ટિક વેસ્ટને લઈને હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે. ત્યારે સુરત શહેર માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના મેનેજમેન્ટને લઈને સુરત મહાનગરપાલિકા સૌથી પહેલી રહી હતી.

અરે વાહ! પ્લાસ્ટિક વેસ્ટમાંથી સુરતમાં બની રહ્યા છે પ્લાસ્ટિકના ટકાઉ રોડ, જાણો સંપૂર્ણ વિગત
સુરતમાં પ્લાસ્ટિકમાંથી બનશે રોડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 21, 2021 | 5:03 PM

સુરત શહેરનાં દરેક વિસ્તારમાં દર વર્ષે મહાનગરપાલિકાની તિજોરીમાંથી કરોડો રૂપિયાનાં ખર્ચે રસ્તા બનાવવામાં આવે છે. અને રસ્તા કાર્પેટ-રિકાર્પેટ કરવામાં આવે છે. છતાં પણ વરસાદી પાણીનાં કારણે આ રસ્તાઓ ધોવાઇ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે પણ આ સમસ્યા નિવારવા હવે સુરત મહાનગરપાલિકા બનાવી રહી છે પ્લાસ્ટિકનાં રસ્તાઓ.

એક તરફ પ્લાસ્ટિક વેસ્ટને લઈને હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે. ત્યારે સુરત શહેર માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના મેનેજમેન્ટને લઈને સુરત મહાનગરપાલિકા સૌથી પહેલી રહી હતી. હવે તો સુરતના તમામ ઝોનમાંથી નીકળતા ઘન કચરામાંથી પ્લાસ્ટિકનો કચરો અલગ કરીને તેને રિસાઈકલ કરવાનો પ્લાન્ટ પણ છેલ્લા બે વર્ષથી સુરત કોર્પોરેશને કાર્યરત કર્યો છે.

સુરત શહેરમાંથી રોજનો હજારો ટન કચરો નીકળે છે. જેના માટે પાલિકા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનની ગાડીઓ ચલાવે છે. જોકે અન્ય કચરાનો નિકાલ તો આસાનીથી થઈ શકે છે. પરંતુ આ કચરામાંથી રોજબરોજના વપરાશમાં આવતું પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ કરવું અઘરું બની જાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સુરત શહેરમાં રોજીંદો 2100 મેટ્રિક ટન કચરો નીકળે છે. જેમાં પ્લાસ્ટિકની થેલીઓ, દૂધ-છાશની થેલીઓ, વોટર બોટલ તેમજ અન્ય પ્લાસ્ટિક મટીરીયલ મળીને 157 મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. આ ઉપરાંત સુરત એ ઔધોગિક શહેર હોવાથી યાર્ન, ચીંદી, કાપડના ડૂચા, ટેક્સટાઇલ માર્કેટ વેસ્ટ, વિવિંગ વેસ્ટ, નાયલોન વેસ્ટ દોરા સહિતનો કચરો પણ પ્લાસ્ટિક વેસ્ટમાં ગણી શકાય.

સુરતમાં દર વર્ષે સરેરાશ 300 કિમી જેટલો રસ્તો બનાવવા પાછળ સુરત મહાનગરપાલિકા 80 થી 90 કરોડ જેટલો ખર્ચો કરે છે. પણ છતાં મોટાભાગનાં રસ્તા હલકી ગુણવત્તાવાળા હોવાથી વરસાદ પડતાં જ તે ધોવાઇ જાય છે અને ખાડા ટેકરાવાળા બની જાય છે. આ સમસ્યા હલ કરવા હવે પ્લાસ્ટિકનાં ટકાઉ રોડ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પોલીમર બીટ્યુમીન રોડ બનાવવામાં આવે છે. હાલ પ્રાયોગિક ધોરણે 7 અલગ અલગ રોડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ કામગીરીમાં ડામરનું પ્રમાણ ઘટાડવામાં આવતું નથી. પણ 1 મેટ્રીક ટન ડામરમાં 100 કિલો જેટલું પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે છે. હોટમિક્સ પ્લાન્ટમાં પ્લાસ્ટિકની કચરણ, ડામર અને કપચી એકબીજા સાથે ભેળવવામાં આવે છે. જેથી તેમાં પાણીની અસર થતી નથી. આનાં કારણે રોડની મજબુતાઇ વધશે તે નિશ્ચિત છે..

શા માટે જરૂર પડી પ્લાસ્ટિકનાં રોડ બનાવવાની ??

  • સુરત મનપા દ્રારા ઘરે ઘરેથી ઉઘરાવવામાં આવતાં કુલ ઘનકચરામાં સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિક વેસ્ટનો છે. જે પર્યાવરણની દ્ષ્ટિએ હાનિકારક માનવામાં આવે છે.
  • સુરત મનપા દ્રારા રોજનાં 1650 મેટ્રીક ટન કચરો ઉઘરાવવામાં આવે છે. જેમાં 13 ટકા હિસ્સો પ્લાસ્ટિક વેસ્ટ હોય છે. હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આવા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સુચન પણ કર્યું હતું.
  • સુરત મનપાએ 20 મેટ્રીક ટન પ્લાસ્ટિક વેસ્ટનાં રિસાઇકલીંગ માટે પ્લાન્ટ બનાવ્યો છે. જ્યાં પ્લાસ્ટિક બીન્સ બનાવવા માટે પ્લાસ્ટિકને રિસાઇકલ કરવામાં આવે છે.
  • પ્લાસ્ટિક રોડ બનાવવા માટે 10 ટકા પ્લાસ્ટિક વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામાન્ય ઢબનાં રસ્તા બનાવવા કરતાં મોંઘો છે પણ લાંબા ગાળે ટકાઉ છે.
  • સુરત મનપામાં 2300 કિમી જેટલો રસ્તાનું નેટવર્ક છે જ્યાં દર વર્ષે 300 કિમીનો રસ્તાં દર વર્ષે બનાવવામાં આવે છે.

પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રોડ બનાવવાની રીત

  • આ કામ માટે 50 મીમી માઇક્રોનથી વધુ અને 90 મીમી માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક બેગ્સનાં કચરાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • જેમાં પીવીસી અને બ્લેક પ્લાસ્ટિક સિવાયનાં વેસ્ટને સુકો કરી સાફ કર્યા બાદ તેને મશીનમાં 2.36 મીમીથી 600 માઇક્રોન સાઇઝનાં ટુકડા કરવામાં આવે છે.
  • તે પછી પ્લાન્ટમાં એગ્રીગેટને ગરમ કર્યા બછી પ્લાસ્ટીક વેસ્ટ ઉમેરવામાં આવે છે.
  • કોટીંગ થયાં બાદ તેમાં બીટ્યુમીન ઉમરેવામાં આવે છે. ચોક્કસ તાપમાને મિક્સીંગ કર્યા બાદ તેને રોડ પર પાથરવામાં આવે છે.
  • આ રોડ તો સામાન્ય રસ્તા જેવા જ દેખાશે પણ તેની સ્ટ્રેન્થ હાર્ડનેશમાં વધારો થતાં તે વધારે ટકાઉ બનશે.

એક વાત તો ચોક્કસ છે કે પ્લાસ્ટિક વેસ્ટનાં ઉપયોગથી પર્યાવરણને સૌથી મોટો ફાયદો થશે. અને વરસાદી પાણીની અસરથી રોડ ધોવાઇ જવાનું પણ અટકશે. સમગ્ર પ્રક્રિયા સરળ હોવાથી રોડ રિસરફેસનાં ખર્ચમાં પણ જંગી વધારો થશે નહિં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">