Surat: પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, 159 આરોપીએ સામે કેસ કરાયા, 93 વાહનો, હથિયારો કબજે લીધાં

સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનરદ્વારા શહેરના અલગ-અલગ ડીસીપીને કોમ્બિંગની સૂચના આપવામાં આવી હતી.

Surat: પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, 159 આરોપીએ સામે કેસ કરાયા, 93 વાહનો, હથિયારો કબજે લીધાં
Surprise combing conducted by Surat police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 15, 2022 | 7:45 PM

સુરત (Surat) પોલીસ (Police) દ્વારા રાત્રી દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અને સેન્સીટીવ વિસ્તાર જેવા કે લિંબાયત ઉધના પાંડેસરા રાંદેર સચિન સચિન જીઆઇડીસી ડીંડોલી વિસ્તારની અંદર અલગ અલગ ડીસીપી ઝોન દ્વારા કોમ્બિંગ (combing) હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઈસમોની અટકાયત કરી અને મોટા પ્રમાણમાં હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા.

સુરત શહેર મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાતની અંદર સુરત શહેરનું સ્થાન એક અલગ રીતે રહેલું જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના અલગ-અલગ ડીસીપીને સૂચના આપવામાં આવી કે પોતાના વિસ્તારની અંદર રાત્રી દરમિયાન સરપ્રાઈઝ કોમ્બિંગ કરવામાં આવે. આ સૂચનાને આધારે અલગ-અલગ વિસ્તારો પાંડેસરા રાંદેર લિંબાયત ઉધના જેવા વિસ્તારોમાં પોલીસ ફોર્સ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડોદ આવાસમાં 4થી 6 વાગ્યા સુધી નાયબ પોલીસ કમિશનર ઝોન-3 સાગર બાડમેર તથા મદદનીશ પોલીસ કમિશનર F ડિવીઝન આર.એલ. માવાણી, પાંડેસરા PI તથા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ સહિત 9 PSI તથા 68 પોલીસકર્મીઓ સાથે આવાસમાં આવેલા કુલ 84 બિલ્ડીંગનાં 1512 રૂમમાં તપાસ કરી હતી જેમાં જી.પી.એકટ- 135 હોઠળ 10 ગુના નોંધવામાં આવ્યા હતા, જ્યારે Crpc 107,151 હેઠળ 07 અને Crpc 110 E G હેઠળ 09 ગુના નોધ્યા હતા. આ ઉપરાંત પ્રોહીબીશન એટલે કે કેફી પીણું પીધેલાના 12 કેસ, એમ.વી.એકટ- 207 હેઠળ 10 કેસ નોધ્યા હતા જ્યારે 4 બિનવારસી વાહન કબ્જે લીધાં હતાં.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શહેરમાં બીજી બાજુ ડી.સી.પી. ઝોન-04 ના નેતૃત્વમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુનગર અને સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારના કલાક 5-00 થી ક. 9.00 સુધી કોમ્બિંગ કરવામાં આવેલ હતું. આ કોમ્બિંગ માં DCP હર્ષદ મહેતા ACP દિપ વકીલ તથા રાંદેર પોસ્ટે ના પી.આઇ આર.એલ.ચૌધરી સાથે કુલ 03 Pl , 15 PSI તથા 135 પોલીસ જવાનો તમામ મળીને 150 થી વધુ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી, જેમાં પોલીસ ચોપડે ચડેલા કુલ 172થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં હિસ્ટ્રીશીટર, બૂટલેગર્સ, ચેઈન સ્નેચર્સ, તડીપાર, એમ.સી.આર.’ ટપોરી તથા શરીર સંબંધિત આરોપીઓ હતાં જેમાંથી કુલ 48 ઇસમો વિરૂદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકે તેવા શંકાસ્પદ તથા નંબર પ્લેટ વગરના 40 થી વધુ વાહન લાવી કાયદા મુજબની કામગીરી કરવામાં આવેલ હતી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ અમરોલી વિસ્તારના કોસાડ વિસ્તારમાં 59 આરોપીઓ વિરૂદ્ધ તથા 49 શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો પણ કબજે કરવામાં આવેલ હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">