Surat : તાપી જિલ્લામાં પદમડુંગરી સાઈટ પર હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બોટલોમાં અંબિકા નદીનું પાણી અપાશે

આ બોટલનો બોટલિંગ પ્લાન્ટ પ્રવાસન કેન્દ્રમાં જ ઉભો કરવામાં આવ્યો છે. અંબિકા નદીનું પાણી સીધું પમ્પ કરવામાં આવે છે અને એજ ટેકનોલોજીથી શુદ્ધ થાય છે.

Surat : તાપી જિલ્લામાં પદમડુંગરી સાઈટ પર હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બોટલોમાં અંબિકા નદીનું પાણી અપાશે
Water Bottles
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:15 PM

તાપી (Tapi) જિલ્લાના વન વિભાગના ઉનાઈ રેન્જમાં આવેલી પદમડુંગરી (Padamdungari) ઇકો ટુરિઝમ સાઈટ, જે ભરપૂર સૌંદર્ય અને આહલાદક વાતાવરણ રમણીય સ્થળ છે.

ઇકોલોજીની દ્રષ્ટિએ સહેલાણીઓ અહીં પ્લાસ્ટિક કચરા બાબતે કોઈ પણ પ્રકારની જાગૃતિ બતાવતા ન હોય તેના કારણે ટુરિઝમ પર પ્લાસ્ટિક કચરાને કારણે પ્રકૃતિને નુકશાન થતું હોય છે. અહીં આવતા સહેલાણીઓ દ્વારા વેફર્સ, પાણીની બોટલો, ઉજાણી કરવા માટે આવીને પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ ત્યાંજ ઢગલો કરીને જતા હોય છે અને પ્રાકૃતિક ઇકો ટુરિઝમ સ્થળને ગંદુ કરીને પ્રકૃતિને નુકશાન પહોંચાડતા હોય છે. જેથી પ્રકૃતિ સુંદર સ્થળની પ્લાસ્ટિકના કચરાને કારણે ખુબ જ ખરાબ પરિસ્થિતિ થવા પામી હતી.

પ્લાસ્ટિક આજના સમયમાં આપણા જીવનનો એક ભાગ છે. તેથી વિકલ્પ તરીકે કાચની પાણીની બોટલોનો વિચાર પદમડુંગરીના આરએફઓને આવ્યો. આ બોટલનો બોટલિંગ પ્લાન્ટ પ્રવાસન કેન્દ્રમાં જ ઉભો કરવામાં આવ્યો છે. અંબિકા નદીનું પાણી સીધું પમ્પ કરવામાં આવે છે અને એજ ટેકનોલોજીથી શુદ્ધ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પાણીને પહેલાથી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે, તેમાં તુલસી, ફુદીનો, આદુ અને વરિયાળી જેવા હર્બલ અર્કની થોડી માત્રા ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય લાભોને પણ વધારે છે. પછી તે પાણીને કાચની બોટલોમાં ભરવામાં આવે છે જે સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે. બોટલિંગ પ્રક્રિયા કેમ્પસમાં જ થાય છે એટલે બોટલોને પરિવહન કરવાની જરૂરિયાત પડતી નથી.

દરેક કાચની બોટલમાં એક અલગ QR કોડ ઉમેરવામાં આવે છે જે મશીનને બોટલ ક્યારે ભરવી તે જણાવે છે. મશીન ત્યારે જ બોટલ ભરે છે જ્યારે QR કોડ સૂચવે છે કે બોટલને યોગ્ય રીતે સાફ  કરવામાં આવી છે. પેક કરેલા પાણીને પછી નાના પેપર સ્ટીકરથી બંધ કરવામાં આવે છે, જે પેકેજિંગ પર તારીખ છે. મશીનના સંચાલનથી લઈને પેકેજ્ડ પાણીના વિતરણ સુધીની તમામ કામગીરી સ્થાનિક લોકો કરે છે. સ્થાનિક લોકો માટે આજીવિકાનો નવો સ્ત્રોત ઉભો થયો છે.

બોટલ ખરીદનારે 10 રૂપિયા પાણીના અને 30 રૂપિયા બોટલના ડિપોઝીટ પેટે આપવાના. બોટલ પરત કરે તો 30 રૂપિયા પરત મળી જાય. આ અભિયાન 100 ટકા સફળ થયું છે. તેવામાં ઉનાઈ રેન્જના આર.એફ.ઓ. દ્વારા સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત પદમડુંગરી ઇકો ટુરિઝમ અભિયાનની શરૂઆત કરવામાં આવી. જે બાદ અનેક સ્થળોએથી બધું પ્લાસ્ટિક એકઠું કરી લેવામાં આવ્યું અને ઇકો ટુરિઝમ કેમ્પસમાં નોન પ્લાસ્ટિક ઝોન બનાવવા માટે કેમ્પસના એન્ટ્રી ગેટ પરથી જ પ્લાસ્ટિક લઇ જવાની મનાઈ કરવામાં આવી.

આ પણ વાંચો : Surat : સુરતની આ સરકારી શાળાના ટેરેસ પર વિદ્યાર્થીઓએ શરૂ કરી સજીવ ખેતીની લેબોરેટરી

આ પણ વાંચો : Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">