Surat : સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત ! મુસાફરોનો આ VIDEO તંત્રને અર્પણ

સુરત મહાનગરપાલિકા (SMC) સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા ચલાવી રહી છે. જોકે કેટલાક રૂટ પર ખીચોખીચ મુસાફરોથી ભરીને જતી બસના (City Bus) જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે,

Surat : સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત ! મુસાફરોનો આ VIDEO તંત્રને અર્પણ
સુરતમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 25, 2022 | 12:39 PM

સુરત (Surat ) શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા એક સામાન્ય બાબત છે. જો કે આ સમસ્યાને ઓછી કરવા માટે અને શહેરીજનોને વિકલ્પના ભાગરૂપે માસ ટ્રાન્સપોર્ટેશન સેવા પૂરી પાડવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC) સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા ચલાવી રહી છે. જોકે કેટલાક રૂટ પર ખીચોખીચ મુસાફરોથી ભરીને જતી બસના (City Bus) જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરતના જ એક વિસ્તારમાં ખીચોખીચ ભરીને જતી બસનો એક વિડીયો હાલ સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ

સુરત કોર્પોરેશન દ્વારા શહેરના તમામ રૂટ પર સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, છતા વહેલા પહોંચવાની લ્હાયમાં કેટલાક મુસાફરો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આવી મુસાફરી કરતા નજરે ચડી રહ્યા છે. સુરત શહેરમાં આવી જ એક મોતની સવારીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લુ સીટી બસમાં કેટલાક મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. આખી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી છે. છતાં કેટલાક લોકો બસમાં ચડવાના દાદર અને રેલિંગ પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા છે.

નિયમોના ધજાગરા

બસમાં લટકીને જઇ રહેલા મુસાફરોમાંથી જો એકનો પણ હાથ છટકે તો મોટો અકસ્માત થઇ શકે છે. પણ આવુ તો જ રોજ લોકો લટકી લટકીને મુસાફરી કરતા હોય છે. આમ તો બસમાં અમુક જ લોકોને સવાર કરી શકાય તેવો નિયમ હોય છે. જો કે અહી તો નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બસમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પણ ધજાગરા જોવા મળી રહ્યા છે.

દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

સુરત કોર્પોરેશન દ્વારા વર્ષ 2013-14 માં માસ ટ્રાન્સપોર્ટેશન બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ 13થી વધુ રુટો પર 250થી વધુ બીઆરટીએસ બસ અને 45થી વધુ રુટો પર 550થી પણ વધુ સીટી બસો દોડાવવામાં આવી રહી છે. આ બસસેવામાં રોજના 2.50 લાખ કરતા પણ વધુ મુસાફરો અવરજવર કરી રહ્યા છે. જોકે તેની સામે શહેરીજનોની એ બેદરકારી સામે આવી છે કે તેઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. આવામાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોને ઠેરવવા તે પણ એક પ્રશ્ન બની રહેશે. ત્યારે લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને આવી જોખમી મુસાફરીથી બચવું જોઈએ તે પણ જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">