Surat : આ રવિવારે મળશે સુરતને નવા બે બ્રિજની ભેટ, રોશનીથી ઝળહળી ઉઠ્યો બ્રિજનો નજારો

હવે આગામી માત્ર એક જ સપ્તાહમાં (Week )ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.

Surat : આ રવિવારે મળશે સુરતને નવા બે બ્રિજની ભેટ, રોશનીથી ઝળહળી ઉઠ્યો બ્રિજનો નજારો
New bridge in Surat (File Image )
Follow Us:
| Updated on: Jun 14, 2022 | 9:46 AM

સુરત શહેરનો સૌથી વ્યસ્ત(Busiest ) અને 24 કલાક વાહનોથી(Vehicles ) ધમધમતા રહેતા રિંગરોડ ફ્લાયઓવર(Flyover ) બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે ફ્લાયઓવર બ્રિજની રિંગરોડ ઉપર સહારા દરવાજા પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ પણ હવે અંતિમ તબક્કામાં છે. મનપા દ્વારા આગામી ૨૫ જૂન સુધીમાં રિંગરોડ ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શાસકોએ તાત્કાલિક બ્રિજ ખુલ્લો મુકવા આદેશ કરતા હવે માત્ર એક જ સપ્તાહમાં રિંગરોડ અને સહારા દરવાજા બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બંને ઓવરબ્રિજ ખુલ્લા મુકાયા બાદ સહારા દરવાજાની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે તેમાં કોઈ બે મત નથી.

રિંગરોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવ૨બ્રિજની સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ – બેરિંગ રિપ્લેશમેન્ટ સહિતની કામગીરીને પગલે ગત તારીખ 9મી માર્ચથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 16 જુન સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તારીખ નિર્ધારિત કરાઈ હતી પરંતુ હજુ બીજા વધારાના 10 દિવસની માંગણી કરવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે વહીવટી તંત્ર દ્વારા આગામી ૨૫મી જુન સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જુઓ વિડીયો :

જાણવા જેવું

  1. 133 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ
  2. 2.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો બ્રિજ
  3. 25 ઓક્ટોબર 2017 ના દિવસે કરાયું હતું ખાતમુહૂર્ત
  4. જૂન 2022માં ખુલ્લો મુકાશે નવા બે બ્રિજ
  5. 15 લાખ લોકોને થશે સીધો ફાયદો

પરંતુ શાસકોએ તાત્કાલિક ધોરણે વરસાદ શરુ થાય તે પહેલા બંને ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા જણાવી દીધું હતું. જેથી હવે આગામી માત્ર એક જ સપ્તાહમાં ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે વધુ એક પખવાડિયા સુધી લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડશે. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">