સુરત (Surat)માં જૂદી જૂદી સોસાયટીઓમાંથી બંગલા બહાર પાર્ક કરેલી ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરિતોની સુરત ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બાતમીને આધારે ધરપકડ કરી છે. તેમની પાસેથી 4 કાર સહિત 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ચોરીની કાર અન્ય વિસ્તારમાં પાર્ક કરી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વેચી દેતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યુ છે. સુરતમાં છેલ્લા બે મહિનાથી અલગ-અલગ સ્થળોએથી વર્ષ 2015ના મોડેલની મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ વીડીઆઈ તેમજ ડીઝાયર મોડલની કારની ચોરીના બનાવો બન્યા હતા. જેમાં કાર ચોરી કરનાર ગેંગને (Car Stealing Gang) ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચે વાહન સ્કવોડના PSI કીર્તિપાલ પુવાર અને તેમની ટીમના જવાનોને બાતમી મળી હતી. આ બાતમીને આધારે ટેકનિકલ સર્વેલન્સ આધારે રાંદેર વિસ્તારના માધવચોક સર્કલ રામનગર તરફ જવાના રોડ ઉપર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ચોરીની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર સાથે પકડી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડેલા કાર ચોરની ગેંગના બંને સાગરીતોની ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ પૂછપરછ હાથ ધરી હતી. પકડાયેલા અનિલ ગાયરી અને અયુબ અલીએ જણાવ્યુ કે ગાડી ઉપરાંત તેમણે અન્ય ચોરી કરેલી ત્રણ કારની પણ ચોરી કરી છે. આ કાર અન્ય જગ્યાએ છુપાવી રાખેલી હતી. તેને શોધીને પોલીસે કબ્જે કરી હતી. પોલીસે 4 ફોર વ્હીલર કાર, મોબાઈલ સહિત 17.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યુ હતુ કે બંને આરોપીઓ તથા તેમની ગેંગના અન્ય સભ્ય સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે સોસાયટીની અંદર તેમજ બંગલાની બહાર આરોપીઓ અને ગેંગના અન્ય સભ્યો સાથે મળી ચોરીને અંજામ આપતા હતા.

ચોરેલી કારને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજયોમાં વેચી નાખતા હતા. પોલીસે પૂછપરછ દરમિયાન રાંદેર , અડાજણ, પુણા, સરથાણા, લીંબાયત, ઉમરા અને મહારાષ્ટ્રના 15 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ સાથો સાથ આરોપી અયુબએ અત્યાર સુધી 23 ગુનાઓને અંજામ આપી ચુક્યો હોવાનું બહાર આવ્યું હતું.