સુરત : નશાનો કાળો કારોબાર, ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

સુરત : નશાનો કાળો કારોબાર, ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
Surat: Two accused arrested for drug trafficking

સુરતના પાંડેસરા પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે શહેરના પાંડેસરા આશાપુરી સોસાયટી શિવ પાન સેન્ટરમાં પોલીસ પહોંચી હતી. અને ત્યાં લલનભાઈ શિવનંદન યાદવ તથા ગૌરાંગ ચરણ નાયકને ઝડપી પાડયા હતા.

Baldev Suthar

| Edited By: Utpal Patel

Mar 02, 2022 | 11:23 AM

સુરતમાં (SURAT) જે રીતે નશીલા પદાર્થનું સેવન સતત વધી રહ્યું છે. ત્યારે આ રેકેટ રોકવા માટે સુરત પોલીસ (POLICE) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંજો સહિતના નશાકારક ડ્રગ્સ પીવા માટે વપરાતા સ્ટીક કોબ્રા પેપર્સ બિલ વિના રાખતા પાંડેસરાના ગલ્લાવાળા ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ગાંજો તથા ડ્રગ્સ (Cannabis and drugs)પીવા માટે વપરાતી સ્ટીક સાથે બે આરોપીને ઝડપી પાડયા હતા.

સુરતના પાંડેસરા પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે શહેરના પાંડેસરા આશાપુરી સોસાયટી શિવ પાન સેન્ટરમાં પોલીસ પહોંચી હતી. અને ત્યાં લલનભાઈ શિવનંદન યાદવ તથા ગૌરાંગ ચરણ નાયકને ઝડપી પાડયા હતા. અને ગલ્લામાંથી તપાસ કરતા ગલ્લામાંથી કોબ્રા પેપર્સના નવ બોકસ અને રોલર બિયર પેપરનું એક બોકસ મળી આવ્યું હતું. તેનું બિલ આ ગલ્લાવાળા પાસે નહીં મળતા પોલીસે 41(ડી) હેઠળ બંનેની અટકાયત કરી હતી. તેમની પાસેથી 9 બોકસ કોબ્રા પેપર્સ મળી આવ્યા હતા. જે એક બોકસમાં 60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવ્યા કબ્જે કરાયા હતા.

શહેરમાં પાનનો ગલ્લા ધરાવતાં દુકાનદારોને થોડાંક નફા માટે આવા પેપર્સ વેચી યુવાઓને નશા તરફ જતાં અટકાવવા અપીલ કરી છે. તે સાથે જ નશાને પ્રોત્સાહીત કરતાં તત્વો ઉપર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી. મીડીયા દ્વારા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આ સ્ટીકના વેચાણને લઈને પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે સીટીલાઈટ, વેસુ વી.આઈ.પી. રોડ તથા કેનાલ રોડ ઉપર આવેલી દુકાનો અને ગલ્લા ઉપર પણ પોલીસે કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.

હાલમાં જે રીતે ગલ્લાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ થાય છે. ત્યારે આ એવું નશીલા પદાર્થ હોય છે. જેમાં જે રીતે છુપાવું હોય તે રીતે છુપાવી શકે છે તે પ્રમાણે પોલીસને પણ શોધવામાં ઘણી મુશ્કેલી પડી હોય છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ સ્પેશયલ ટીમો તૈયાર કરી છે. જે આવા ઈસમો અને વેચાણ કરતા અને નશો કરતા યુવા વર્ગો સામે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો, બંને તેલના ભાવ લગોલગ પહોંચી ગયા, જાણો કેટલો ભાવ વધારો થયો

આ પણ વાંચો : Surat : હવે સુરતમાં લોકપ્રિય થીમ બેઇઝડ સાડીઓનું પણ વધી રહ્યું છે ચલણ, જાણો અત્યાર સુધી કેવી કેવી સાડીઓ બની

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati