Surat : બ્રિજ સીટીના બ્રિજમાં થશે વધારો, છ મહિનામાં જ સુરતમાં નવા ત્રણ બ્રિજ ખુલ્લા મુકાશે

સુરતની ઓળખમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે સુરત હવે બ્રિજ સીટી તરીકે ઓળખાઈ રહ્યું છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા આગામી 6 મહિનામાં વધુ 3 બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે.

Surat : બ્રિજ સીટીના બ્રિજમાં થશે વધારો, છ મહિનામાં જ સુરતમાં નવા ત્રણ બ્રિજ ખુલ્લા મુકાશે
સુરત મહાનગર પાલિકા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:17 AM

સુરત શહેરની ઓળખ પહેલા ફક્ત ટેકસટાઇલ અને ડાયમંડ સીટી તરીકે જ થતી હતી. પણ હવે શહેર બ્રિજ સીટી (Bridge City) તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં તાપી નદી પર 14મો અને શહેરનો 115મો પાલ ઉમરા બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ત્યાં હવે આગામી 6 મહિનામાં જ બીજા નવા 3 બ્રિજ ખુલ્લા મુકવાના સંકેત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપ્યા છે.

સુરતમાં માનવ વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તેવા સમયે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ મહત્વના સાબિત થયા છે. શહેરમાં વધુને વધુ બ્રિજનું આયોજન કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

હાલમાં મનપાના બ્રિજ સેલમાં ચાલી રહેલા બીજા 3 પ્રોજેકટ પણ ખૂબ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. જેમાં રીંગરોડ અને સહારા દરવાજાના ટ્રાફિકની સમસ્યાને નિવારવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછાને જોડતો તાપી નદીનો તેમજ ફ્લાયઓવર બ્રિજ અને વેડ વરિયાવ બ્રિજ પણ આગામી છ મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધી ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વેડ વરિયાવ બ્રિજ

વેડ વરિયાવ બ્રિજના કારણે વેડ રોડ પરથી વરિયાવ જવા માત્ર લેવો લડતો સાત આઠ કિમીનો ચકરાવો ઘટી જશે. તેમજ રાંદેર અને કતારગામ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. તે જ પ્રમાણે નાના વરાછા અને મોટા વરાછા વચ્ચે પણ કનેક્ટિવિટી વધશે. આ ઉપરાંત સહરા દરવાજા પરનો બ્રિજ શહેરનો પહેલો મલ્ટીલેયર બ્રિજ છે જે પણ એક નજરાણું અને ટ્રાફિક સમસ્યા હલ કરવા મહત્વનો સેતુ સાબિત થશે.

સુરતનો પહેલો મલ્ટીલેયર બ્રિજ સહારા દરવાજા ખાતેનો બ્રિજ 133 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજની લંબાઈ અંદાજે 2 કિમી છે. 25 ઓક્ટોબર 2017ના દિવસે બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ બ્રિજ બનવાથી અહીં રોજના અવરજવર કરતા 15 લાખ લોકોને ફાયદો થશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">