Surat : ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરતા તંત્ર પણ વિમાસણમાં મુકાયુ

હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને ઑક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર.........

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 27, 2021 | 6:40 PM

કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જીવનરક્ષક એવા ઓક્સિજનની ભારે અછત ઊભી થતાં દર્દીના સગાઓમાં અફરાતફરીનો માહોલ ઉભો થઇ રહ્યો છે. સરકાર દ્વારા પણ હાલ સુધી ફાળવાતા ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરી દેવામા આવ્યો છે. જેને લઈને  તંત્ર પણ વિમાસણમાં મુકાઇ ગયું છે. હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને ઑક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.

સુરતની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે.આ પરિસ્થિતિ વચ્ચે ગત રોજ શહેરની ખાનગી હોસ્પિટલોને 76 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો છે.શહેરની ત્રણ મુખ્ય એજન્સી દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે.જો કે આજ રોજ શહેરની મુખ્ય ચાર ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય પુરી પાડતી દહેજની લિન્ડર એજન્સીનો પ્લાન્ટ બંધ હોવાના કારણે ઓક્સિજન સપ્લાય પૂરો પાડી શકાયો નથી.જેના કારણે ચાર ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ ગંભીર બની છે.

સુરત સહિત જિલ્લામાં ઓક્સિજન પુરવઠો ખૂબ જ ઓછી માત્રામાં છે.જેના કારણે તાબડતોબ ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાય તેવી સ્થિતિ નથી.ઓક્સિજન ઉત્પાદન ની ક્ષમતામાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી.જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ કરકસર કરી ઓક્સિજનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

આ સિવાય જિલ્લામાં પણ વેન્ટિલેટર સહિતની સુવિધાનો અભાવ હોવાની વાત જિલ્લા કલેકટર દ્વારા સ્વીકારવામાં આવી છે. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.આ સાથે જ ખાનગી હોસ્પિટલોમાંથી આવતા દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યા.સુરતની પરિસ્થિતિ વિશે કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે,હજીરા ખાતે નિપોન કંપની દ્વારા ઓક્સિજન સુવિધા સાથે સજ્જ 250 બેડનો આઇલેશન સેન્ટરની શરૂવાત કરવામાં આવી રહી છે.જ્યાં આજથી 100 બેડ થી શરૂવાત કરી દેવામાં આવી છે.જ્યાં મોટી રાહત પણ મળી રહેશે.

આ પણ વાંચો : Suratમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ લોકો ઈન્જેક્શન માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા, હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો લાગવા લાગી છે.

Follow Us:
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">