Surat : ICU માં ફાયરસેફટી નહીં બેસાડનાર હોસ્પિટલો સામે સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ

આ કામગીરી આગળના દિવસોમાં(Future ) પણ ચાલુ રાખવામાં આવશે. હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પણ ફાયરસેફટી ની યોગ્ય સુવિધા નહીં હોવાના કારણે દર્દીઓના જીવ સામે જોખમ ઉભું થતું હોય છે

Surat : ICU માં ફાયરસેફટી નહીં બેસાડનાર હોસ્પિટલો સામે સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ
Hospital sealed in surat (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 4:31 PM

કોઈપણ હોસ્પિટલોની(Hospital ) અંદર આઇસીયુ એટલે સૌથી અગત્યનો વિભાગ ગણવામાં આવે છે.છતાં આઇસીયુમાં (ICU) બેદરકારી દાખવી આગની (Fire )ઘટનાને અટકાવવા ઉપયોગી થનાર સ્પ્રિન્કલર સિસ્ટમ નહીં લગાડનાર 62 જેટલી હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં નોટિસનું અમલ નહીં કરનારા આ હોસ્પિટલો સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. અને આ તમામ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં આઈસીયુમાં બેદરકારી દાખવનારી શહેરની નામાંકિત સહિત 62 હોસ્પિટલો ફાયર વિભાગની રડારમાં આવી ગઈ છે.

હોસ્પિટલો આવી રડારમાં :

ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આઇસીયુ વિભાગમાં સ્પ્રિન્કલ સિસ્ટમ હોય છે.શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાની ઘટના અટકાવવા માટે આ સિસ્ટમ લાગુ કરવામાં આવે.જોકે કોવિડના સમય શહેરની 62 જેટલી હોસ્પિટલોને આઇસીયુમાં આ સિસ્ટમ લગાવવા માટે નોટિસો આપવામાં આવી હતી. પરંતુ આમાંથી એક પણ હોસ્પિટલ દ્વારા નોટિસનું પાલન નહીં કરવામાં આવ્યું અને આ સિસ્ટમ લગાવવામાં નહીં આવી જેથી આ તમામ હોસ્પિટલોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે પણ શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલી 62 પૈકી 27 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું. જયારે આજે પણ આ કાર્યવાહી યથાવત રહી હતી અને આજે પણ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલી શહેરની નામાંકિત સહીત બાકીનો 10 થી વધુ હોસ્પિટલોને પણ સીલ કરવાં આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આગામી દિવસોમાં પણ કાર્યવાહી રહેશે યથાવત :

ચીફ ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે આ કામગીરી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પણ ફાયરસેફટી ની યોગ્ય સુવિધા નહીં હોવાના કારણે દર્દીઓના જીવ સામે જોખમ ઉભું થતું હોય છે. ત્યારે હવે આવી હોસ્પિટલોની મનમાની નહીં ચલાવી લેવામાં આવે. જે પણ હોસ્પિટલોમાં યોગ્ય ફાયર સિસ્ટમ નહીં જણાશે તેમજ નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી સિસ્ટમ લગાવવામાં જે હોસ્પિટલો બેદરકારી બતાવશે તેમની સામે આગામી દિવસોમાં કડક હાથે કાર્યવાહી કરીને સિલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">