Surat : ચોર સમજીને માર મારતા યુવકનું થયું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

અમરોલી વિસ્તારના કોસાડ રોડ પર આવેલી હરેકૃષ્ણ રેસીડેન્સીમાં એક દુકાનની બહારથી ખુરશી પર બેસેલી અવસ્થામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. યુવકની લાશ મળતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Surat : ચોર સમજીને માર મારતા યુવકનું થયું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
Surat: The death of a young man who was mistaken for a thief, the post-mortem report revealed
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 27, 2022 | 6:32 PM

સુરતના(Surat ) અમરોલી(Amroli ) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં યુવકને ચોર સમજી લોકોએ માર મારતા યુવકને પતાવી દેવાયો હતો. જો કે આ ઘટનાની જાણ યુવકના પોસ્ટમોર્ટમ થયા બાદ ખુલાસો થયો હતો કે યુવકનું મોત મારકવાના કારણે થયું છે. તપાસમાં દરમિયાન બાજુની જ સોસાયટીમાં રહેતા યુવકોએ યુવાનને ચોર સમજી ઢોર માર માર્યો હતો. તેના કારણે યુવકનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમરોલી પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી તપાસ કર્યા હતા અને સીસીટીવીની અંદર કેટલાક લોકો માર મારીને ભાગતા નજરે પડ્યા હતા. તેના આધારે અમરોલી પોલીસે હાલમાં 7 લોકોની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે.

સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવી હતી. અમરોલી વિસ્તારના કોસાડ રોડ પર આવેલી હરેકૃષ્ણ રેસીડેન્સીમાં એક દુકાનની બહારથી ખુરશી પર બેસેલી અવસ્થામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. યુવકની લાશ મળતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ કરતા શરીરે ઈજાના નિશાનો આવતા હતા. આથી પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટ માટે મોકલી આવી હતી.

જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગઢડા પાટુનો માર મારવાનો ખુલાસો થયો હતો. જેમ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જ્યાં ઘટના બની છે તેની બાજુની જ સોસાયટીમાં સીસીટીવી ચેક કરતા તેમાં આજુબાજુમાં રહેતા અમુક લોકોએ આ યુવાનને ચોર સમજી ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જોકે કોઈએ તેને બાજુની દુકાનમાં ખુરશી પર બેસાડી દીધો હતો અને તે જ અવસ્થામાં આ યુવકનું મોત થયું હતું. જોકે કે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ની મદદથી હત્યાનો ગુનો નોંધી શકમંદોને ડીટેઇન કર્યા હતા. મહત્વની વાત છે કે સુરત શહેરમાં રવિવારના રોજ ત્રણ હત્યાઓના કિસ્સા સામે આવ્યા હતા જેમાં અમરોલી ડીંડોલી અને સચીન જીઆઇડીસી વિસ્તારો સહિત ત્રણ હત્યાના ગુના નોંધાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">