Surat : ટેક્સટાઇલ્સ સીટી છે સુરત, પણ ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી બનશે તમિલનાડુમાં

સુરતના સાંસદ ટેક્સટાઇલ્સ મંત્રી છે પણ યુનિવર્સટી હવે તામિલનાડુમાં બનાવવાની જાહેરાત ત્યાંના મંત્રીએ કરી છે.

Surat : ટેક્સટાઇલ્સ સીટી છે સુરત, પણ ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી બનશે તમિલનાડુમાં
Surat: Textile city Surat will also become a textile university in Tamil Nadu
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 31, 2021 | 11:47 PM

વર્ષ 2015માં સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી(textile university ) બનાવવાની મોટા ઉપાડે જાહેરાત તો કરવામાં આવી હતી. પણ આ જાહેરાતનું પણ સુરસુરિયું થઇ ગયું છે. સુરતના જ સાંસદ દર્શના જરદોશ(darshna jardosh ) હવે તો રાજ્ય કક્ષાના ટેક્સ્ટાઇલ મંત્રી પણ બની ગયા છે. પણ ભારતની પહેલી ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી તામિલનાડુમાં(tamilnadu ) બનવાની જાહેરાત કરવામાં આવી છે.

તામિલનાડુના મંત્રી એસ.મુથ્થુસ્વામીએ ઈરોડમાં જણાવ્યું હતું કે સરકારે પ્રપોઝલ મંગાવતા ઘણા ઉધોગગૃહોએ અને શૈક્ષણિક સંસ્થાઓએ પીપીપી મોડ પર ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી બનાવવા રસ દાખવ્યો છે. તેમણે  યુનિવર્સીટી બનાવતા પહેલા તેને સંલગ્ન 10.63 કરોડના રોડ બની ગયા હોવાની જાહેરાત પણ કરી હતી. ઉપરાંત યુનિવર્સીટીનું જ્યાં નિર્માણ થશે.ત્યાં 15 થી 20 એકરમાં બસ ર્ટમિનલ બનવવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. જેનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે.

ફીયાસ્વી ના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું છે કે તામિલનાડુમાં 98 ટકા કોટન ઇન્ડસ્ટ્રી હોવાથી ત્યાં પીપીપી ધોરણે પ્રોજેક્ટ સફળ થવાની શક્યતા છે. તામિલનાડુમાં સિટર અને સર્ટિફિકેટ અને મંજુરીનો અધિકાર પહેલાથી છે. જયારે સુરતમાં 98 ટકા મેન મેઇડ ફાઈબર આધારિત ઇન્ડસ્ટ્રી છે. અને અહીં સૌથી મોટો પ્રશ્ન ફંડીંગનો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સરકાર જો ફંડની ફાળવણી કરે તો આ પ્રોજેક્ટ શક્ય છે. જો સુરતમાં યુનિવર્સીટી બને તો ડિગ્રી અને માસ્ટર લેવલના કોર્સ શરૂ કરવા પડે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણી શકે. અમદાવાદમાં અટિરા અને મુંબઈમાં સસમિર કોલેજમાં ટેક્સ્ટાઇલના કોર્સ ચાલે જ છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને આ બાબતે ડ્રાફ્ટ તૈયાર કરવો જોઈએ.

ચેમરબના માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલે જણાવ્યું હતું કે 2015માં સુરતમાં ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી બનાવવા હિલચાલ શરૂ થઇ હતી. પણ એક યુનિવર્સીટી બનાવવા 800 કરોડનો ખર્ચ થાય છે. એ સમયે સુરતની કોલેજોમાં ટેક્સટાઇલ્સ કોર્સને વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી ઉધોગ વિભાગના સેક્રેટરીએ આટલી મોટી રકમ ફાળવવા ઇન્કાર કરી દીધો હતો.  2009થી દર્શના જરોદશ સુરતના સાંસદ છે અને હવે તેઓ ટેક્સટાઇલ્સ મિનિસ્ટર પણ બન્યા છે. ત્યારે સુરતમાં ટેક્સટાઇલ્સ યુનિવર્સીટી બનાવવાની જવાબદારી તેમના માથે છે.

હવે ભારત સરકારના મંત્રી તરીકે સુરત રેલવે અને ટેક્સટાઇલ્સને લગતા ઘણા પેન્ડિંગ મુદ્દા બાબતે તેમની કસોટી થશે. સુરતીઓની આશા અપેક્ષા પર તેઓ ખરા ઉતરશે કે કેમ તે આવનારો સમય બતાવશે.

આ પણ વાંચો :

Surat: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સરકારી પ્રોપર્ટીને નુકશાન કરનાર સભ્ય પાસે જ ખર્ચ વસૂલવા શાસકોની તૈયારી

Surat: ટેબ્લેટ વિવાદનો અંત, હવે યુનિવર્સીટી ન મળેલા ટેબ્લેટના રૂપિયા પરત આપશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">