Surat : સૂર્યનગરી સુરત સોલાર ઉત્પાદનમાં બની રહી છે અગ્રેસર, સોલાર પેનલો બનાવવામાં અવ્વલ સ્થાને

સુરત કોર્પોરેશનના(SMC) કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં સોલાર પાવર ઉપયોગને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. સોલાર પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે.

Surat : સૂર્યનગરી સુરત સોલાર ઉત્પાદનમાં બની રહી છે અગ્રેસર, સોલાર પેનલો બનાવવામાં અવ્વલ સ્થાને
Surat is becoming Solar City (File Image )
Follow Us:
| Updated on: Jun 06, 2022 | 8:34 AM

પાંચ જુનને (5th June ) વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day ) તરીકે ઉજવવામાં આવ્યો  છે. ખાસ કરીને પર્યાવરણને બચાવવામાં આજે દરેક યોગદાન આપી રહ્યું છે, ત્યારે આ માટે સુરત (Surat )અને સુરતીઓને કેમ ભૂલી શકાય. સુરત એવું શહેર છે કે તેની ખાસિયત એક નહીં પણ અનેક છે. તે તેની જૂની ઓળખ જાળવી રાખીને પણ નવી નવી ઓળખ ઊભું કરતું રહ્યું છે.  એક સમય હતો કે દેશ અને દુનિયામાંથી લોકો સુરતની ઓળખ સમાન રિયલ જરી ખરીદવા માટે ખાસ સુરત આવતા હતા. આ ઓળખ સુરતે  હજી પણ જાળવી રાખી છે.

બીજી ઓળખ શહેરને ટેક્સટાઈલ સિટી તરીકેની મળી છે. આજે દુનિયાના ખૂણે ખૂણે કપડું પુરું પાડવામાં પણ સુરત અગ્રેસર છે. તેવી જ રીતે સુરતની બીજી એક ઓળખ ડાયમંડ સિટીની પણ છે. દુનિયામાં 90 ટકા હીરા સુરતમાં પોલિશ્ડ થાય છે. આ ઉપરાંત સ્માર્ટ સીટી અને  બ્રિજ સિટી તોખરું જ, પણ હવે જ્યારથી વૈકલ્પિક ઉર્જાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી સુરત સોલાર સિટી તરીકેની ઓળખ ઊભી કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાએ જે ડેટા બહાર પાડ્યો છે તે અનુસાર શહેરમાં હાલ 42 હજાર ઘરો ઉપર 205 મેગાવોટના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જેથી આ તમામ ઘરોમાં લાઈટ બિલ ઝીરો થઈ ગયું છે. મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ લોકોને રૂફટોપ સોલર પ્લાન્ટ લગાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ સુરત શહેરમાં વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશમાં 3.16 ટકા અને ગુજરાતમાં 11.78 હિસ્સો ધરાવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સુરતમાં વાર્ષિક 29 કરોડ યુનિટ સોલાર ઉત્પાદન : મ્યુનિસિપલ કમિશનર

સુરત કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં સોલાર પાવર ઉપયોગને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. સોલાર પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ હજી પણ સુરતમાં 418 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય એમ છે. સુરતની હદમાં સરેરાશ 1016 કરોડ યુનિટ વીજળીનો વાર્ષિક વપરાશ છે તેની સામે અત્યારે વાર્ષિક 29 કરોડ યુનિટ સોલર ઉત્પાદન થઇ રહ્યું છે. મહાનગરપાલીકાનું કુલ વીજબિલ 150 કરોડ રૂપિયા વાર્ષિક આવે છે જેમાંથી 60 કરોડ રૂપિયા વૈકલ્પિક વીજળી ઉત્પન્ન કરીને બચાવવામાં આવે છે. જ્યારે કોર્પોરેશનની જુદી જુદી કચેરીમાં હાલ સોલર ઉત્પાદનનો ટોટલ હિસ્સો વાર્ષિક વીજબિલ સામે 3 ટકા છે.

દેશમાં સૌથી વધુ સોલાર પેનલ બનાવવામાં પણ સુરતી ઉદ્યોગપતિઓ અગ્રેસર : આશિષ ગુજરાતી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ સોલાર પેનલ સુરતની કંપનીઓ બનાવે છે. શહેરમાં કુલ આઠ જેટલા સોલાર પેનલના ઉત્પાદકો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા બજેટમાં નાણામંત્રીએ બજેટમાં ડિફેન્સના કુલ બજેટમાંથી 25 ટકા જેટલું બજેટ ડિફેન્સ ફિલ્ડના સ્ટાર્ટ-અપ માટે ફાળવવાની જાહેરાત કરી હતી. જેને કારણે સ્ટાર્ટ-અપ બિઝનેસને ઘણું પ્રોત્સાહન મળી રહેશે. સોલાર પાવર ક્ષેત્રે ડોમેસ્ટીક હાઇ એફીશ્યન્સી સોલાર પીવી પેનલ બનાવવા માટે રૂપિયા 19,500 કરોડ ફાળવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનો સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગપતિઓ લઇ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">