Surat : સુરતી ઘારીનો સ્વાદ આ વર્ષે લાગી શકે છે બેસ્વાદ, ભાવમાં 25 ટકા સુધીનો વધારો

આ વર્ષે પણ સુરતીઓની ફેવરિટ મનાતી માવા ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર ઘારીની ભારે ડિમાન્ડ છે. પરંતુ કોરોના બાદ હવે ઘારી ખાવી સુરતીઓને ખુબ મોંઘી પડી શકે છે. અલગ અલગ કાચી સામગ્રીના ભાવમાં 40 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. 

Surat : સુરતી ઘારીનો સ્વાદ આ વર્ષે લાગી શકે છે બેસ્વાદ, ભાવમાં 25 ટકા સુધીનો વધારો
Surat: Surati Ghari may taste bitter this year, with prices rising by up to 25 per cent
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 1:37 PM

કોરોનાના (Corona ) કેસ ઓછા થતા જ હવે વિવિધ તહેવારો(Festival ) ઉજવવાની છૂટ ધીરે ધીરે મળવા લાગી છે. ત્યારે જન્માષ્ટમી, ગણેશોત્સવ અને હવે નવરાત્રી બાદ સુરતીઓના પોતીકા પર્વ ચંદી પાડવાની ઉજવણી થવા જઈ રહી છે. આગામી 20 ઓક્ટોબરથી લઈને 22 ઓક્ટોબર સુધી દર વર્ષની જેમ સુરતીઓ ઘારીની (Ghari Sweet ) ખરીદી માટે પડાપડી કરશે. 

પરંતુ આ વખતે ઘારીની ખરીદી કરવા માટે લોકોએ થોડા વધારે ખિસ્સા ખાલી કરવા પડશે. કારણ કે ઘારીની કિંમતમાં સીધો જ 20 થી 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે અલગ અલગ ફ્લેવરની ઘારીઓ બનવાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ મીઠાઈ વિક્રેતાઓનું માનીએ તો આ વર્ષે સૂકા મેવા, માવા, મજૂરી, અન્ય રો મટીરીયલ્સ સહિતની વસ્તુઓમાં ભાવવધારો થતા ઘારીનાં ભાવમાં નાછૂટકે વધારો કરવો પડ્યો છે.

આ વર્ષે પણ સુરતીઓની ફેવરિટ મનાતી માવા ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર ઘારીની ભારે ડિમાન્ડ છે. પરંતુ કોરોના બાદ હવે ઘારીઓ ખાવી સુરતીઓને ખુબ મોંઘી પડી શકે છે. અલગ અલગ કાચા માલના ભાવમાં 40 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

માવા વિક્રેતાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પ્રતિ કિલો માવાના ભાવમાં 40 થી 80 રૂપિયાનો વધારો થયો છે. દૂધની અછત છે, તેમજ પશુપાલકો માવા ભંડારને બદલે સીધા જ ડેરીમાં આપતા થયા છે. હાલમાં માવો પ્રતિ 280 રૂપિયાથી લઈને 340 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે.

એ જ પ્રમાણે સૂકા મેવાના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં જે રાજકીય કટોકટી સર્જાઈ છે, તેના કારણે અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાના ભાવ પર પણ મોટી અસર પડી છે. તમામ સૂકા મેવાના ભાવમાં 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો વધારો છે. હાલમાં 960 થી 1500 રૂપિયા કાજુ અને 960 રૂપિયાથી 1040 રૂપિયા સુધી પ્રતિ કિલો બદામના ભાવ બોલાઈ રહ્યા છે.

તેવામાં વિશ્વવિખ્યાત સુરતી ઘારી આ બધી વસ્તુઓ વગર બનાવવી મુશ્કેલ છે. ત્યારે સ્વાભાવિક રીતે આ વખતે ઘારીનો સ્વાદ મોંઘવારીને લીધે થોડો કડવો લાગી શકે છે. ઘારીનાં ભાવમાં સીધો જ 25 ટકા જેટલો વધારો હવે ઘારીને સામાન્ય માણસની ખરીદીને થોડો દૂર રાખી શકે છે.

આ પણ વાંચો : Surat : 10 ઓક્ટોબરથી UPSC પરીક્ષાનો પ્રારંભ, સુરતને પ્રથમવાર 7 સેન્ટર પણ ફાળવવામાં આવ્યા

આ પણ વાંચો :Surat: ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">