Surat Corona Update: ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કોર્પોરેશન એક્શનમાં, 50 વેન્ટિલેટર ખરીદવા કવાયત

કોરોનની ત્રીજી લહેર શરૂ થાય તે પહેલા જ દૂરંદેશી વાપરી સુરત મનપાએ તૈયારીઓ શરૂ કરી લીધી છે.

Surat Corona Update: ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કોર્પોરેશન એક્શનમાં, 50 વેન્ટિલેટર ખરીદવા કવાયત
Surat Municipal Corporation will buy 50 ventilators for the preparation of the third wave
Follow Us:
| Updated on: Jul 26, 2021 | 4:42 PM

Surat Corona Update: કોરોના (Corona)ની પહેલી અને બીજી લહેર (Second Wave) દરમ્યાન મેડિકલ સુવિધાઓ (Medical Facility)માં ભારે અરાજકતા જોવા મળી હતી. જોકે ત્રીજી લહેર(Third Wave)માં આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગોતરું આયોજન ખુબ જરૂરી છે. અને સુરત મહાનગપાલિકા (Surat Corporation)એ તેની દૂરંદેશી વાપરીને આ માટેની તૈયારી શરૂ પણ કરી દીધી છે.

ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થવાની સંભાવના વચ્ચે હવે સુરત મહાનગપાલિકાએ 50 જેટલા વેન્ટિલેટર(ventilator )ખરીદવા તૈયારી દર્શાવી છે. દેશભરમાં વેક્સિનેશન કાર્યક્રમ તો થઇ રહ્યો છે. પણ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વેક્સીન ઉપલબ્ધ ન હોય ત્રીજી લહેર બાળકો માટે આફત સાબિત થઇ શકે છે ત્યારે હવે સુરત મનપાએ સ્મીમેર હોસ્પિટલમાં 125 બેડની કોરોના હોસ્પિટલ બનવવા સાથે જ 50 નવા વેન્ટિલેટર, બાળકોને કોરોનાની સારવાર માટે બેડ, દવા, સાધનો પાછળ ખરીદી કરવા તૈયારી કરી છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બાળકો(children ) માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં ઓક્સિજનયુક્ત 60 બેડ મળીને 125 બેડ માટે સ્ટાફ, દવાઓ તેમજ વેન્ટિલેટર ખરીદવામાં આવશે. હાલ સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટેના નિયોનેટલ વેન્ટિલેરની સંખ્યા 12 છે. હવે દસ કિલોથી ઓછું વજન ધરાવતા બાળકો માટે 50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. જે પેટે સુરત મનપાને અંદાજે 7.50 કરોડનો ખર્ચ થશે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

બાળકો માટે જે કોવીડ  હોસ્પિટલ તૈયાર કરશે તેમાં 20 બેડ એન.આઈ.સી.યુ., 40 બેડ એચ.ડી.યુ., 60 બેડ ઓક્સીજનવાળા તેમજ તાજા જન્મેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. 125 બેડ ઉપરાંત 30 બેડ માતાઓ માટે પણ રાખવામાં આવશે. આ ઉપરાંત નોન કોવીડ  દર્દીઓની સારવાર માટે 20 બેડ અલગ રાખવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધારવા માટે પીસીઆર લેબોરેટરીને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેના માટે એકાદ કરોડોના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવશે.

માઇક્રોબાયોલિજી ડિપાર્ટમેન્ટના વડા ડો.મનુભાઈ જૈનના જણાવ્યા પ્રમાણે કોરોનાને વહેલી તકે કાબુમાં લેવા માટે આ ડિટેક્શન ખુબ જરૂરી છે. હાલની પીસીઆર લેબોરેટરીમાં એક સમયે 3800થી વધુ ટેસ્ટિંગ થયા હતા. અને હવે બીજા 1500 થી 2000 ટેસ્ટિંગ વધારી શકાય તે માટે લેબોરેટરીને અપગ્રેડ કરવામાં આવનાર છે. જેથી કોરોનાનું વહેલું ડિટેક્શન શક્ય બને. આમ સંભવિત ત્રીજી લહેર પહેલા પાલિકાએ આગોતરી તૈયારીઓ કરી લીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">