Surat : સુરત જિલ્લામાં વરસાદનો વિરામ, ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું

મોડી રાતથી ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાં ફરી એકવાર 80 હજાર ક્યૂસેકથી વધારે પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત આગામી સમયમાં હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Surat : સુરત જિલ્લામાં વરસાદનો વિરામ, ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું
Ukai Dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:10 PM

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદનું (Rain) પ્રમાણ ઓછું રહેવા પામ્યું હતું. જેના કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધી ઉકાઈ ડેમ (Ukai Dam) ખાલીખમ હતો. પરંતુ છેલ્લા 20 દિવસમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે.

થોડા સમય પહેલા સીઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જો કે બાદમાં ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતા ઉકાઈ ડેમી સપાટી લેવલ કરતા પણ ઉપર લઇ જવામાં આવી હતી. પરંતુ આજે ઉપરવાસમાં ફરી એક વાર ભારે વરસાદ પડતા પાણીની આવક વધી છે.

જેથી સીઝનમાં બીજી વાર ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદની પરિસ્થિતિ જોતા એવું લાગતું હતું કે ઉકાઈ ડેમ દર વર્ષ કરતા આ વર્ષે 15 ફૂટથી વધારે ખાલી રહેશે. પરંતુ છેલ્લા માત્ર 20 દિવસમાં પડેલા વરસાદે ઉકાઈ ડેમને સંપૂર્ણ પ્રમાણમાં ભરી દીધો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોકે ત્યારબાદ પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી સતત બે દિવસ સુધી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવક બંધ થઇ જતા અને ઉપરવાસમાં વરસાદ ન હોવાને કારણે ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલ કરતા પણ વધારે લઈ જવામાં આવી હતી.

ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ડેમની સપાટી 343 ફૂટ સુધી લઇ જવાની તૈયારી સાથે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ મોડી રાતથી ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાં ફરી એકવાર 80 હજાર ક્યૂસેકથી વધારે પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત આગામી સમયમાં હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જેના કારણે ઉકાઈ ડેમના ધિકારીઓએ તાત્કાલકિક ધોરણે ડેમની સપાટી રુલ લેવલ સુધી લઈ જવા માટે એક લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે આજે સવારથી સુરત સહીત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. જોકે હજી પણ ડેમમાંથી એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડતા તાપી નદી ફરી બંને કાંઠે વહેતી જોવા મળશે.

આ પણ વાંચો :

Surat : સુરતની આ સરકારી શાળાના ટેરેસ પર વિદ્યાર્થીઓએ શરૂ કરી સજીવ ખેતીની લેબોરેટરી

આ પણ વાંચો

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">