Surat :…….તો ડોકટરો ઇમરજન્સી સેવા પણ બંધ કરી દેશે ?

મોટાભાગની ઓપીડીમાં રેસિડેન્ટ ડોકટરો હાજર નહીં હોવાને લીધે અને હડતાળમાં જોડાયેલા હોવાથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળવામાં વિલંબ થઇ રહયો છે.

Surat :.......તો ડોકટરો ઇમરજન્સી સેવા પણ બંધ કરી દેશે ?
Doctors Strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 4:55 PM

પ્રથમ વર્ષના (First Year ) ડોકટરોની ભરતી પ્રક્રિયાને લઈને થયેલ વિલંબના પગલે દેશભરના ડોકટરો (Doctors ) વિરોધ નોંધાવી રહયા છે. આ મુદ્દે શહેરની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ડોકટરો બે દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. જોકે અત્યાર સુધી ઇમરજન્સી સેવાઓ (Emergency ) તબીબોએ ચાલુ રાખી હતી છતાં દર્દીઓને અનેક હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.દરમિયાન હવે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ ઇમરજન્સી સેવા પણ બંધ કરી દેવાની ચીમકી આપી છે.

જેના પગલે હોસ્પિટલ તંત્ર હવે દોડતું થઇ ગયું છે. જો આજથી ડોકટરો ઇમરજન્સી સેવા બંધ કરી દેશે તો હજારો દર્દીઓને રઝળવાનો અને ભારે હાલાકી વેઠવાનો વારો આવી જશે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ડીન ઓફિસ નજીક રેસિડેન્ટ ડોકટરો ભેગા થઈને હડતાળ પર બેઠા હતા..બે દિવસથી ડોકટરો દ્વારા બેનરો ઉપર સરકાર વિરુદ્ધ સ્લોગન લખી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે . એટલું જ નહીં સિવિલ હોસ્પિટલના ન્યુ જેડીએના પ્રમુખે જણાવ્યું હતું કે આજે તેઓ જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશે ત્યાર બાદ બપોર પછી સિવિલ હોસ્પિટલ ખાતે એક રેલી કાઢવામાં આવશે.ત્યાર બાદ તેઓ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દેશે.

પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી રહેલા ડોકટરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવાની સાથે જણાવ્યું હતું કે અગાઉ અનેક વખત આ મુદ્દે સરકાર તેમજ સ્વાસ્થ્ય મંત્રી સહીત અધિકારીઓને રજૂઆતો કરી છે, છતાં તેમના પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવી રહ્યું . પ્રથમ વર્ષના ડોકટરોની સમયસર ભરતી પ્રક્રિયા નહીં થવાના લીધે તેમના ઉપર કામનું ભારણ વધી રહ્યું છે.આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા મજબૂરીમાં હવે હડતાલનો  માર્ગ અપનાવવો પડ્યો છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોકટરો પણ હડતાળ કરી રહ્યા છે. જોકે ડીને જણાવ્યું હતું કે ડોકટરો હડતાળ ઉપર છે . પરંતુ એનેસ્થેસિયા , પીડિયાટ્રિક , ટીબી – ચેસ્ટ અને ઓર્થોપેડિક વિભાગના કેટલાક રેસિડેન્ટ ડોકટરો કામ કરી રહ્યા છે . તેમજ વ્યવસ્થાઓ ખોરવાઈ નહીં અને દર્દીઓને હાલાકી નહીં થાય તે માટે સિનિયર ડોકટરો પણ સેવા આપી રહયા છે . સાથે જ રેસિડેન્ટ ડોકટરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે .

હડતાળને પગલે દર્દીઓને હાલાકી નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા છે.જેના પરિણામે હવે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.મોટાભાગની ઓપીડી માં રેસિડેન્ટ ડોકટરો હાજર નહીં હોવાને લીધે અને હડતાળમાં જોડાયેલા હોવાથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળવામાં વિલંબ થઇ રહયો છે.જેના કારણે જુદી જુદી ઓપીડીમાં દર્દીઓને ઘસારો વધી રહ્યો છે અને મોટી કતારો જોવા મળી રહી છે.સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સૌથી વધુ દર્દીઓનનો ઘસારો મેડિસિન , ઓર્થોપેડિકની ઓપીડીમાં હોય છે.ત્યારે હવે દર્દીઓને હેરાન થવાનો વારો આવી ગયો છે , આ જ સ્થિતિ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ છે.અહીંયા પણ દર્દીઓને સમયસર સારવાર મળવામાં પણ મોડું થઇ રહ્યું છે .

આ પણ વાંચો : Surat : જુલાઈ 2022થી પ્લાસ્ટિકની થેલી 120 માઇક્રોનથી ઓછી નહીં ચાલે, થર્મોકોલ પર પ્રતિબંધ આવશે

આ પણ વાંચો : Surat : દુલ્હનના શણગારમાં લગ્નના દિવસે જ પરીક્ષા આપવા પહોંચી ગઈ આ વિદ્યાર્થીની !!

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">