Surat : ખાડી પૂર અને સારોલી બ્રિજ ધસી પડવાને કારણે છ બીઆરટીએસ બસ ડાયવર્ટ કરાતા મુસાફરોને હાલાકી

અહીં બસસેવા(Bus ) ખોરવાઈ જતા નોકરીયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Surat : ખાડી પૂર અને સારોલી બ્રિજ ધસી પડવાને કારણે છ બીઆરટીએસ બસ ડાયવર્ટ કરાતા મુસાફરોને હાલાકી
Six BRTS buses diverted due to creek flooding and collapse of Saroli Bridge, causing distress to passengers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 6:03 PM

સુરતના (Surat ) શહેરીજનો માટે મહાનગર પાલિકા(SMC) દ્વારા સંચાલિત સિટી બસ (Bus )અને બીઆરટીએસ બસની સેવા ખાડી પુર અને જહાંગીરપુરા ખાતે આવેલ સરોલી બ્રિજમાં ભંગાણ પડતાં પ્રભાવિત થવા પામી છે. આ સ્થિતિને પગલે સુરત મનપા દ્વારા આજે પણ હંગામી ધોરણે પાંચ અલગ – અલગ બીઆરટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવતાં મુસાફરોને આંશિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બસ સેવા પર જોવા મળી અસર :

કોર્પોરેશનના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મગોબ – પરવટ ખાડી બ્રિજ પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાવાને પગલે રૂટ નંબર 15, 16 અને 21ને પરવત પાટીયાથી વાયા મોડલ ટાઉન – ડુંભાલથી સંજય નગર – દેવધ ગામથી દોડાવવામાં આવી રહી છે. આ સિવાય 204 નંબરના રૂટ રઘુકુળ ગરનાળામાં પાણી ભરાવાને કારણે કિન્નરી સિનેમાથી વાયા ભાઠેના કેનાલથી દોડાવવામાં આવી રહી છે.

આ રીતે જ જહાંગીરપુરા ખાતે આવેલ સરોલી બ્રિજનો એક તરફનો હિસ્સો ભારે વરસાદને કારણે ઘસી પડતાં જહાંગીરપુરા સુધી દોડાવવામાં આવતી બસ સેવા પણ પ્રભાવિત થવા પામી છે. જો કે, ખાડી પુરના પાણી ઓસર્યા બાદ અને સરોલી બ્રિજના મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ બસ સેવાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

નોંધનીય છે કે સુરતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદે શહેર આખાને ઘમરોળી લીધું હતું. ખાસ કરીને ખાડી કાંઠાના વિસ્તારો જેમાં લીંબાયત, પુણાગામ, સારોલી, કુંભારીયા વગેરે વિશેષ પ્રભાવિત થયા હતા. જયારે જિલ્લામાં બારડોલી, પલસાણા, માંડવી તાલુકામાં વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

વરસાદનું જોર ઘટતા સ્થિતિ થાળે પડે તેવી સંભાવના :

ભારે વરસાદને કારણે તંત્રને પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી. કારણ કે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં હજી પણ સ્થિતિ સુધરી શકી નથી. જેથી અહીં બસસેવા ખોરવાઈ જતા નોકરીયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આજે વરસાદનું જોર થોડું ઓછું થતા ક્રમશઃ આ પાણી ઓછું થશે, અને જનજીવન ફરી થાળે પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">