શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ માટે સુરતની પસંદગી, શ્રેષ્ઠ સુરક્ષા અને સતર્કતા વ્યવસ્થા શ્રેણીમાં સમાવેશ

ભારત સરકારના આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા સુરત શહેરને શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતાના એવોર્ડ માટે શ્રેષ્ઠ સુરક્ષા અને સતર્કતા વ્યવસ્થા તથા રેકોર્ડ માટેની શ્રેણીમાં પસંદ કરવામાં આવેલ છે.

શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ માટે સુરતની પસંદગી,  શ્રેષ્ઠ સુરક્ષા અને સતર્કતા વ્યવસ્થા શ્રેણીમાં સમાવેશ
Surat selected for award for excellence in urban transport system

ભારતમાં સુરત શહેર એવું એક માત્ર શહેર હશે કે જેને એક પછી એક એવોર્ડ મળતા રહેતા હોય છે. પછી કોઈ ફિલ્ડની વાત હોય ત્યારે સુરત શહેરને વધુ એક એવોર્ડ મળવા જઈ રહ્યો છે. જેમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ જવાનો દ્વારા જે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવેલ છે. તથા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને લોકોની સેવા કરવામાં આવી તેને લઈ શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતાના એવોર્ડ માટે પસંદગી થઈ છે.

ભારત સરકારના આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા સુરત શહેરને શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતાના એવોર્ડ માટે શ્રેષ્ઠ સુરક્ષા અને સતર્કતા વ્યવસ્થા તથા રેકોર્ડ માટેની શ્રેણીમાં પસંદ કરવામાં આવેલ છે. જેને લઈ સુરત શહેરના લોકો માટે એક ગર્વની વાત છે. કારણ કે પાલિકા દ્વારા પણ સતત જે એક પછી એક એવોર્ડ સુરતના ખાતામાં જમા કરાવી રહી છે. ત્યારે આ એવોર્ડ પણ તારીખ ૨૯/૧૦/૨૦૨૧ ના રોજ નવી દિલ્હી ખાતે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવનાર છે.

જેને લઈ સુરત પોલીસ તો ખરી પણ સાથે ગુજરાત પોલીસનું પણ માન સન્માન વધી રહ્યું છે. આમ સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા તથા પરિવહન વ્યવસ્થામાં શ્રેષ્ઠતા મેળવવા માટે પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડ જવાનો દ્વારા જે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવેલ છે તથા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને લોકોની સેવા કરવામાં ઉત્કૃષ્ટતાના માપદંડ ઉપર ખરા ઉતરીને જે ગૌરવ અપાવ્યું છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, ટ્રાફિક બ્રિગેડ જવાનો તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ હવે સુરત શહેરમાંથી આવતા હોવાથી પોલીસની પણ કેટલીક જવાબદારીઓ વધી જતી હોય છે. સાથે ગર્વની વાત પણ લેવા જેવી હોય છે જેમ કોઈ ઘટના બને ત્યારે પોલીસ પર માછલાં ધોવાતા હોય ત્યારે લોકો નિંદા કરતા હોય પણ જ્યાં તે સુરત પોલીસને આ શહેરી પરિવહન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટતાનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે. જે પોલીસ માટે અને સાથે સુરતથી આવતા ગૃહ મંત્રી માટે ગૌરવની વાત છે. જેને લોકો બિરદાવી રહ્યા છે. પણ લોકો આશા રાખી રહ્યા છે કે પોલીસ આવી રીતે સતત આગળ પણ કામ કરતી રહે અને શહેરમાં ટ્રાફિક હજુ હળવું થાય તેવી માંગ પણ કરી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati