Surat : કાચા માલની કિંમત વધવાને કારણે સાડી અને ડ્રેસ મટીરીયલ્સ 15 ટકા મોંઘા થશે

કોરોના પછી દેશ વિદેશમાં કન્ટેનર્સની અછત ચાલી રહી છે. સાથે જ ચીન દ્વારા ઇન્ડોનેશિયા પાસેથી મોટી માત્રામાં કોલસા ખરીદવાના કારણે કોલસાની શોર્ટેજ ઉભી કરીને વિક્રેતાઓ દ્વારા કોલસાની કિંમતોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

Surat : કાચા માલની કિંમત વધવાને કારણે સાડી અને ડ્રેસ મટીરીયલ્સ 15 ટકા મોંઘા થશે
Surat: Sari and dress materials will become 15 per cent more expensive due to rising raw material prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 6:46 AM

યાર્ન, કોલસા અને કલર કેમિકલ સહીત તમામ કાચા માલની(Raw Materials ) કિંમતમાં સતત વધારો થવાને કારણે કાપડની(Cloths) કિંમત પણ વધી છે. પ્રોસેસર દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં જોબ ચાર્જમાં(job Charge )20 થી 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સુરતના ઘણા કાપડ વેપારીઓએ પણ 10 થી 15 ટકા કાપડના ભાવ વધારી દીધા છે.

કોલસા અને કલર કેમિકલની કિંમત સતત વધી રહી છે.  કોરોના પછી દેશ વિદેશમાં કન્ટેનર્સની અછત ચાલી રહી છે. સાથે જ ચીન દ્વારા ઇન્ડોનેશિયા પાસેથી મોટી માત્રામાં કોલસા ખરીદવાના કારણે કોલસાની શોર્ટેજ ઉભી કરીને વિક્રેતાઓ દ્વારા કોલસાની કિંમતોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.એપ્રિલ મહિનામાં કોલસાની કિંમત 5800 રૂપિયા હતી. તે છેલ્લા દિવસોમાં 12 હજાર રૂપિયા પ્રતિ ટન ના હિસાબે મળી રહ્યો છે. આ ઉપરાંત પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે કલર કેમિકલની કિંમતમાં 25 ટકા વધારો થયો છે. જેને લઈને પ્રોસેસિંગ યુનિટ સંચાલકોએ ત્રણ મહિનામાં ત્રણ વાર જોબ ચાર્જમાં વધારો કર્યો છે. જેના કારણે તૈયાર કાપડની કિંમત વધી છે.

લગ્નસરા પર વધેલી કિંમતો સાથે વેપારીઓ બુકીંગ કરશે  જે રીતે જોબ ચાર્જમાં વધારો થઇ રહ્યો છે. તેને જોતા વેપારીઓએ સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં પણ વધારો કરવો પડશે. અત્યારસુધી વેપારીઓ જુના ઓર્ડર પર જ કામ કરી રહ્યા છે. પરંતુ દિવાળી પછી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતનોમાં 10 થી 15 ટકાનો વધારો થવાની સંભાવના છે. કેટલાક વેપારીઓ હવે જુના ભાવ પર સોદો પૂરો થયા બાદ દિવાળીના પછી વધેલી કિંમતો પર ઓર્ડર લેવાનું શરૂ કરશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ડાઇંગ પ્રોસેસિંગ ની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોમાં સતત વધારો થવાના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. તેવામાં દિવાળી પછી વેપારીઓ કાપડની કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે. અને જો ભાવ વધારવામાં નહીં આવે તો વેપારીઓને પણ નુકશાન જાય તેમ છે.

આ પણ વાંચો : Surat : પીએમ મોદીની સુરતીઓને ખાસ અપીલ, આ દિવાળી વોકલ ફોર લોકલને બનાવો જીવન મંત્ર

આ પણ વાંચો : Surat : માંડવીમાં બસોની અનિયમિતતા મામલે બસ રોકો આંદોલન, ધારાસભ્ય સહિત આગોવાનોની અટકાયત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">