Surat : સચિન જીઆઈડીસીમાં ફક્ત 9 મહિનામાં 100 ટકા અંડરગાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ નેટવર્કનું કામ પૂર્ણ કરાયું
સચિન જીઆઈડીસીમાં કાયમી બનેલી લાઇનલોસ અને પાવર ટ્રીપીંગની સમસ્યાથી ઉદ્યોગકારોને રાહત મળી છે. માત્ર 9 મહિનાના સમયગાળામાં જ સચિન જીઆઈડીસીના 752 હેક્ટરના 175 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સચિન જીઆડીસીએ(GIDC) એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાં(State ) 29 જેટલા નોટીફાઈડ એરિયા આવેલા છે. જેમાંથી એક માત્ર સચિન જીઆઇડીસી ખાતે 100 ટકા અન્ડરગાઉન્ડ(Underground ) ઇલેક્ટ્રિક કેબલ નેટવર્કનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. એક સમય હતો સચીન જીઆઇડીસીમાં લાઇટ એક કલાક માટે પણ જાય તો ઉદ્યોગપતિઓને 2 કરોડનું નુકસાન જતું હતું પરંતુ આ નુકસાન થી હવે ઉદ્યોગપતિઓને કાયમ માટે રાહત મળી ગઇ છે.
સચીન જીઆઇડીસી નોટીફાઇડ એરીયાના માજી પ્રમુખ મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું હતું કે , સચિન જીઆઈડીસી ૭૫૨ હેક્ટરમાં ફેલાયેલી છે અને તેમા 2250 ઓદ્યોગિક એકમો છે . જેમાં વર્ષ દરમિયાન પાવર કટ, પાવર લોસ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો .ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે પાવર જતો હતો.
આ સમસ્યાનું સમાધાન કરવા માટે રાજ્ય સરકાર અને ડીજીવીસીએલ ઉદ્યોગકારોના સચિન જીઆઈડીસીમાં અંડર ગ્રાઉન્ડ ઇલેકટ્રીસિટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે 25 કરોડ , ડીજીવીસીએલ એ 9.10 કરોડ અને સચિનના ઉદ્યોગકારોના 10.76 કરોડ રૂપિયા મળી 45 કરોડ રૂપિયાના ખર્ચે 175 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ઇલેકટ્રીસિટી કેબલ નેટવર્ક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો .
જે 9 મહિનામાં પૂર્ણ થયો છે . જેનાથી પાવર કટના કારણે ઉદ્યોગકારોને કોરોડ રૂપિયાનું નુકસાન થતુ હતું તે પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે . ઉપરાંત બીજી એક મહત્વની વાત એ છેકે ઈલેક્ટ્રીક પોલ રસ્તા પરથી દુર થઇ જતા રસ્તા પણ પહોળા અને મોટા થઇ ગયા છે .
આમ સચિન જીઆઈડીસીમાં કાયમી બનેલી લાઇનલોસ અને પાવર ટ્રીપીંગની સમસ્યાથી ઉદ્યોગકારોને રાહત મળી છે. માત્ર 9 મહિનાના સમયગાળામાં જ સચિન જીઆઈડીસીના 752 હેક્ટરના 175 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પહેલા પાંડેસરા જીઆઇડીસીમાં જ્યાં 400 હેકટર જમીનમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક જ્યાં ત્રણ વર્ષે પૂર્ણ થયું હતું. જયારે સચિન જીઆઈડીસીમાં 9 મહિનામાં કામ પૂર્ણ થયું છે. આમ આખા ગુજરાતમાં 29 જેટલી નોટીફાઈડ જીઆઈડીસીમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ધરાવનાર સચિન જીઆઇડીસી પ્રથમ જીઆઇડીસી બની છે. જેનાથી ઉદ્યોગકારોને પણ મોટી રાહત મળી છે.
આ પણ વાંચોઃ પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ
આ પણ વાંચોઃ સુરતમાં પણ પોલીસ સામે આક્ષેપ, 10 કરોડ રૂપિયા માગ્યા હોવાની બિલ્ડરની ફરિયાદ
માત્ર નવ મહિનામાં સચિન GIDCના 752 હેક્ટરમાં અંડર ગ્રાઉન્ડ નેટવર્કની કામગીરી પૂર્ણ