Surat : CNGના વધતા ભાવોથી સીએનજી ફિટ કરાવનારા વાહનચાલકોની સંખ્યા ઘટી, ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી

એક વર્ષમાં સીએનજીના (CNG Price) ભાવમાં 30 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. જેના કારણે સીએનજી કિટ પણ મોંઘી થઈ ગઈ છે. કંપની ફીટ કરેલી CNG કાર માટે એક લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે.

Surat : CNGના વધતા ભાવોથી સીએનજી ફિટ કરાવનારા વાહનચાલકોની સંખ્યા ઘટી, ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી
Rising CNG prices reduce the number of CNG fitted drivers
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2022 | 4:25 PM

મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધતી જઇ રહી છે. સામાન્ય વર્ગ માટે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતુ જઇ રહ્યુ છે.પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ લોકોની કમર તોડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજીના (CNG) વધતા ભાવને કારણે લોકોનો સીએનજી વાહનો તરફ વળ્યા હતા. પણ હવે સીએનજીના ભાવમાં પણ વધારો (Price Rise) થઈ રહ્યો છે. આ જ કારણ છે કે સુરતમાં સીએનજી વાહનોના વેચાણની સાથે સાથે સીએનજી કિટ ફિટ કરનારા લોકોની સંખ્યા પણ અડધી થઈ ગઈ છે અને ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicles) તરફ લોકોનું વલણ સતત વધી રહ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર આપી રહ્યા છે લોકો

એક વર્ષ પહેલા સુધી સીએનજીના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવ કરતા ઘણા ઓછા હતા. આ જ કારણ હતું કે લોકો સીએનજી કાર લેવાનું અથવા જૂની પેટ્રોલ કારમાં સીએનજી કીટ ફીટ કરવાનું પસંદ કરતા હતા. જો કે એક વર્ષમાં સીએનજીના ભાવમાં 30 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. જેના કારણે સીએનજી કિટ પણ મોંઘી થઈ ગઈ છે. કંપની ફીટ કરેલી CNG કાર માટે એક લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. પહેલા સીએનજી કીટ બહારથી ફીટ કરાવવાનો ખર્ચ 40 થી 50 હજાર રૂપિયા થતો હતો જે હવે વધીને 80 હજાર રૂપિયા થઈ ગયો છે. સીએનજીના ભાવમાં થયેલા વધારા અને સીએનજી કીટની કિંમતના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર આપી રહ્યા છે.

એક મિકેનિકે જણાવ્યુ હતુ કે સુરતમાં અગાઉ દરરોજ 70 થી 80 કારમાં CNG ફીટ થતી હતી. જે ઘટીને 30 થી 35 થઈ ગઈ છે. એક કાર શોરૂમના સેલ્સ મેનેજરે જણાવ્યું કે નવી CNG કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. અગાઉ આરટીઓમાં માત્ર કંપની ફીટ કરેલી સીએનજી કાર રજીસ્ટર થતી હતી. બાદમાં સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે લોકો પેટ્રોલ કાર ખરીદ્યા પછી એક લાખ રૂપિયા વધુ ચૂકવવાને બદલે બહારથી ફીટ કરેલી CNG કિટ મેળવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક વર્ષમાં આઠ વખત CNGની કિંમત વધી

CNGની કિંમતમાં પણ એક વર્ષમાં ઝડપથી વધારો થયો છે. એક વર્ષમાં આઠ વખત ભાવ વધ્યા છે. એક વર્ષ પહેલા 52 રૂપિયામાં મળતો ગેસનો ભાવ વધીને 82.16 પૈસા થઈ ગયો છે.

માગમાં ઘટાડો

પેટ્રોલના ભાવમાં સતત વધારાના કારણે લોકો સીએનજી કાર તરફ વળ્યા હતા. નવી સીએનજી કાર મેળવવાની સાથે મોટી સંખ્યામાં લોકો જૂની કારમાં પણ સીએનજી કીટ ફીટ કરાવવા આવતા હતા. સીએનજીના ભાવમાં ઝડપી વધારા બાદ લોકોએ સીએનજી કિટ ફીટ કરાવવાનું બંધ કરી દીધું છે.

સુરતમાં 9 હજાર ઇલેક્ટ્રિક વાહનો

સીએનજી વાહનોથી મોહભંગ થયા બાદ હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. રાજ્યના ચાર મહાનગરોમાં 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે. આ 9000 વાહનો સૌથી વધુ સુરતમાં અને 5020 વાહનો અમદાવાદમાં છે. વડોદરામાં 1900 અને રાજકોટમાં 1480 ઇલેક્ટ્રિક વાહનો છે. સુરતમાં બે વર્ષમાં 350થી વધુ ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">