Surat: ખજોદનો કચરો સુવાલીમાં ઠાલવવા સામે વિરોધ શરૂ, મુખ્યમંત્રીએ આપેલી ખાતરી સામે પ્રશ્નાર્થ

પાલિકાએ ખજોદ સાઈટનો કચરો સુંવાલી નદી કિનારે ખેડૂતો અને પશુપાલકો માટે 1948માં નવસાધ્ય કરેલી સુવાલીની સર્વે નંબર 76 અને 176 વાળી જમીન પર ઠાલવવા માટે દરખાસ્ત લાવવામાં આવતા હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના ગામો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

Surat: ખજોદનો કચરો સુવાલીમાં ઠાલવવા સામે વિરોધ શરૂ, મુખ્યમંત્રીએ આપેલી ખાતરી સામે પ્રશ્નાર્થ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 24, 2021 | 10:03 PM

Surat: સુરતના ખજોદ (Khajod) વિસ્તારમાં આવેલા ડ્રિમ સિટી પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુર્સ નિર્માણ અંતિમ તબક્કામાં છે. ત્યારે હીરા ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકા (SMC)ની ખજોદ વેસ્ટ સાઈટ ખસેડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. તેને પગલે મુખ્યમંત્રીએ છ મહિનામાં આ સાઈટ જ શિફ્ટ કરવા ખાતરી આપી હતી.

એ દરમિયાન પાલિકાએ ખજોદ સાઈટનો કચરો સુંવાલી નદી કિનારે ખેડૂતો અને પશુપાલકો માટે 1948માં નવસાધ્ય કરેલી સુવાલીની સર્વે નંબર 76 અને 176 વાળી જમીન પર ઠાલવવા માટે દરખાસ્ત લાવવામાં આવતા હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના ગામો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અહીંના આગેવાનોનું કહેવું છે કે 2019-20ના રાજ્ય સરકારના બજેટમાં સુવાલી બીચ વિકસાવવા જોગવાઈ કરવામાં આવી હતી. તે હેઠળકરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ઘન કચરાનો નિકાલ નહીં થાય તો પ્રવાસીઓ સુંવાલી બીચ પર નહીં આવે. આ મામલે સુંવાળી અને જુના ગામની બેઠકમાં ઠરાવ કરી આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ માટે જરૂર પડે તો કલેક્ટર અને પાલિકા કમિશ્નરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.

ગામના આગેવાનોએ સુમુલ ડેરીના ડિરેક્ટર, એપીએમસી વાઈસ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપીને સુવાલીમાં કચરો ઠલવાય તેની સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે સંદીપ દેસાઈએ સંગઠનમાં ચર્ચા કરી યોગ્ય ઉકેલની ખાત્રી આપી છે. આગેવાનોએ રજૂઆત કરી હતી કે 1948માં આ જગ્યા નવસાધ્ય થઈ હતી.

જેની દુરુસ્તી બાકી છે. આ જગ્યા પર પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત હળપતિ અને ખારવા સમાજના આગેવાનો માછીમારી કરી રોજગારી મેળવે છે. તેમના વ્યવસાય પર તેની વ્યાપક અસર જોવા મળશે.

સુવાલી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું છે કે સુવાલી ગામમાં સુરત મહાનગરપાલિકાનો ઘન કચરો ઠાલવવાની દરખાસ્ત સામે મુખ્યમંત્રી કલેકટરને આવેદન પત્ર મોકલીને વિરોધ નોંધાવ્યો છે. તેમાં જણાવ્યું છે કે  કોર્પોરેટ કંપનીઓ માટે જમીન સંપાદન થયા પછી સુવાલીના ગ્રામજનો માટે આ એકમાત્ર જગ્યા પર છે.

જો સુરત મહાનગરપાલિકાનો કચરો સુવાલીમાં આવશે તો હાડા વિસ્તારના ગામોને ખેડૂત સમાજ સાથે મળીને આંદોલન છેડવામાં આવશે. અગાઉ ઓલપાડના પિંજરત ગામમાં કચરો ઠાલવવા સામે પણ ગ્રામીણ અને ખેડૂતોએ આદોલન છેડ્યા દરખાસ્ત કરાઈ હતી.

આ પણ વાંચો: Surat : ટોકિયો ઓલમ્પિકમાં સુરતનો ડંકો, સ્પોર્ટ્સ વેર ઇન્ડસ્ટ્રીમાં ચાઈનાને આપી પછડાટ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">