સુરતવાસીઓ સ્વચ્છતા સર્વેક્ષણ સીટીઝન ફીડબેક આપવામાં ઉદાસીન : હજુ સુધી ફક્ત 47 હજાર અભિપ્રાય

ફરી વાર લોકોને સીટીઝન ફીડબેકમાં (Feedback ) ભાગ લઈને સ્વચ્છતા માટે સુરતને સારો ક્રમાંક મળે તે માટેની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્માર્ટ સીટી સમિટ માં પણ સ્વચ્છતાની બાબતે સુરત કરતા અન્ય શહેરો બાજી મારી ગયા હતા

સુરતવાસીઓ સ્વચ્છતા સર્વેક્ષણ સીટીઝન ફીડબેક આપવામાં ઉદાસીન : હજુ સુધી ફક્ત 47 હજાર અભિપ્રાય
Clean Surat Survey (File Image )
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Apr 26, 2022 | 9:52 AM

સ્વચ્છતા (Svachhata ) સર્વેક્ષણ-2022 માટે સિટીઝન (Citizen ) ફીડબેકનો પ્રારંભ ગત પહેલી માર્ચથી (March ) થઇ ગયો છે અને 30 એપ્રિલ સુધી નાગરિકો અલગ-અલગ પાંચ પ્લેટફોર્મ થકી શહેરની સ્વચ્છતા બાબતે ફીડબેક આપી શકે છે. ગતવર્ષે સિટીઝન ફીડબેક અંતર્ગત મનપાને ત્રણ પ્લેટફોર્મ થકી કુલ 4,79,266 નાગરિકોના ફીડબેક મળ્યા હતા જ્યારે આ વખતે સિટીઝન ફીડબેકની મર્યાદા પૂર્ણ થવામાં માત્ર ચાર જ દિવસ બાકી છે. ત્યારે ફક્ત 47 હજાર શહેરીજનોએ ફીડબેક આપ્યા છે.સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 બનાવવા માટે તંત્ર કટિબદ્ધ છે, ત્યારે શહેરીજનોની આવી ઉદાસિનતા  વહિવટીતંત્ર માટે ચિંતાનો વિષય બની ગઇ છે.

મનપા તંત્ર દ્વારા આગામી પાંચ દિવસમાં એડીચોટીનું જોર લગાવીને મહત્તમ નાગરિકો દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2022 માટે નક્કી કરાયેલ પાંચ પૈકી એકપ્લેટફોર્મ ૫૨ શહેરની સ્વચ્છતા પૂછાનાર સવાલોના જવાબ તે માટે વ્યવસ્થા ગોઠવવામાં રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં બે-ત્રણ વર્ષથી પ્રથમ ક્રમ મેળવનાર ઇન્દોરમાં 1.81 લાખ નાગરિકોએ ફીડબેક આપ્યા છે. જ્યારે સુરતનો દેખાવ સિટીઝન ફીડબેકમાં હાલ કંગાળ છે. સ્માર્ટ સિટી સમિટમાં વ્યસ્ત વહિવટીતંત્ર દ્વારા ગતવર્ષની જેમ સિટીઝન ફીડબેક માટે શરૂઆતથી મોટાપાયે ઝુંબેશ હાથ ધરી નથી તેને કારણે પણ નાગરિકો જાગૃત થયા ન હોવાનું કારણ પણ છે.

સુરત મનપા કમિશનર બંછાનીધી પાનીએ શહેરને પ્રથમ ક્રમનું સ્વચ્છ શહેર બનાવવા નાગરિકોને આગળ આવવા અપીલ કરી છે અને સ્વચ્છતા સર્વેક્ષણ-2022 માટે સુરત મનપાની સ્વચ્છતા અંગેની કામગીરી અંગે સીસ્ટમ દ્વારા પૂછાનાર પ્રશ્નોનો ઉત્તર આપવા અપીલ કરી છે. સ્વચ્છતા એપ દ્વારા, એસએસ 2022 પોર્ટલ દ્વારા, 1969 હેલ્પલાઈન દ્વારા, એસએસ એપ દ્વારા અથવા વેબસાઇટ દ્વારા પણ નાગરિકો પોતાના ફીડબેક આપી શકે છે. સિટીઝન ફીડબેક માટે નાગરિકો કોર્પોરેશનની વેબસાઇટની https://ss-cf.sbmurban.org/#/feedback વિઝિટ કરી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

આમ,કોર્પોરેશન દ્વારા ફરી વાર લોકોને સીટીઝન ફીડબેકમાં ભાગ લઈને સ્વચ્છતા માટે સુરતને સારો ક્રમાંક મળે તે માટેની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્માર્ટ સીટી સમિટ માં પણ સ્વચ્છતાની બાબતે સુરત કરતા અન્ય શહેરો બાજી મારી ગયા હતા. જેમાં ઇન્દોર પહેલા ક્રમે રહ્યું હતું.

આ પણ વાંચો: Heat Wave: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધશે ગરમીનો પારો

આ પણ વાંચો: હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati