Surat : શહેરમાં હત્યાના ઉપરાછાપરી બનાવો સુરત પોલીસ માટે પડકારજનક, 72 કલાકમાં હત્યાની પાંચ ઘટના

સુરત (Surat ) શહેરની વાત કરીએ તો છેલ્લા 72 કલાકની અંદર એક પછી એક પાંચ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં જ સામે આવેલા એક બનાવમાં રહેમાન નામના યુવકની હત્યા કરી દેવાઈ છે.

Surat : શહેરમાં હત્યાના ઉપરાછાપરી બનાવો સુરત પોલીસ માટે પડકારજનક, 72 કલાકમાં હત્યાની પાંચ ઘટના
One more incident of murder in Surat (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 10, 2022 | 2:06 PM

સુરત(Surat ) શહેરની અંદર ફરી એક વખત હત્યાના (Murder )બનાવો સતત વધી રહ્યા છે. તે સુરત શહેર માટે અને સુરત પોલીસ (Police ) માટે ચિંતાજનક કહી શકાય. ત્યાં સુરતના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યા થતા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાંદેર પીપરદીવાળા શેરીમાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે ઝગડો કરી નશાના વેપારીએ શ્રમજીવીને મુક્કા મારી પતાવી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મરનાર રહેમાન મલિક ત્રણ ભાઈઓ, એક બહેન અને વિધવા માતાનો આર્થિક સહારો હતો. યુવકને નાક પર મુક્કા મારતા મૂઢ માર વાગ્યો હતો, જેને હોસ્પિટલ માં મૃત જાહેર કરાયો હતો.

સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર એક મીની ભારત તરીકે ઓળખાય છે. કારણ કે સુરત શહેરમાં ભારતના અલગ અલગ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો રોજગારી માટે આવીને વસી રહ્યા છે. પણ સાથે ગુનાખોરીનો પણ ગ્રાફ પણ સતત ઊંચો જઈ રહ્યો છે. જે ચિંતાજનક પોલીસ માટે કહી શકાય છે. કારણ કે કેટલાક વિસ્તારોની અંદર અસામાજિક તત્વોની જે ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોય છે તે પોલીસ માટે ચેલેન્જ અને પોલીસ માટે સવાલો ઊભા કરી રહી છે. આવા તો અનેક કિસ્સાઓ સતત સામે આવતા હોય છે.

સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 72 કલાકની અંદર એક પછી એક પાંચ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં જ સામે આવેલા એક બનાવમાં રહેમાન નામના યુવકની હત્યા કરી દેવાઈ છે. રહેમાન પરિવારમાં મોટો દીકરી હતો. જુના કપડાનો થેલો લગાડી તે રોજગારી મેળવી રહ્યો હતો. ત્રણ ભાઈઓ, એક બહેન ને વિધવા માતા ની ભરણ-પોષણની જવાબદારી રહેમાન પર હતી. ઘટના મંગળવાર ની રાત્રે બની હતી. મુક્કા માર્યા બાદ લોહી લુહાણ થઈ જતા રહેમાન ને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા તેને મૃત જાહેર કરાયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘટના ની વાત કરવામાં આવે તો હુમલાખોર સલમાન ઉર્ફે ઘડિયાળી MD ડ્રગ્સનું વેચાણ કરે છે. જે આખો દિવસ નશામાં જ હોય છે. રાત્રે રહેમાન (સલમાન) ની ઓટો રીક્ષા માં બેઠો હતો. એ બાબતે સલમાને ઝગડો કરી ગાળો આપતા રહેમાને ગાળો ન આપવા કહ્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા સલમાન અને એના ભાઈ સહિત દીકરાઓ એ રહેમાન ને મુક્કા મારી પતાવી દીધો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હાલ રાંદેર પોલીસ તપાસ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">