Surat : ટેક્સ્ટાઇલ-ડાયમંડમાં ઉત્પાદકતા વધારવા યંગ જનરેશનને ટ્રેનિંગ આપવાની તૈયારી

સુરતના કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજાર હજુ ખુલ્યુ છે.આ નવા માર્કેટમાં સ્થાન મેળવવા કંઈક નવીન ઉત્પાદન કરવાની આવશ્યકતાં ઉભી થઈ છે . નવી પેઢી થકી માર્કેટ કેપ્ચર કરી શકાય તે માટે કવાયત હાથ ધરાઈ છે .

Surat : ટેક્સ્ટાઇલ-ડાયમંડમાં ઉત્પાદકતા વધારવા યંગ જનરેશનને ટ્રેનિંગ આપવાની તૈયારી
Preparing to train young generation to increase productivity in textile-diamond(Symbolic Image )
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Feb 14, 2022 | 7:42 AM

ઉદ્યોગ(Industry )  ક્ષેત્રમાં ઉત્પાદકતાં અને ક્વોલિટી વધારવાના ઉદ્દેશથી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા નેશનલ પ્રોડક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવે છે . ત્યારે શહેરના(Surat )  સૌથી જુના અને પાયાના ઉદ્યોગોમાં યંગ જનરેશનનું યોગદાન વધે અને તેના કારણે ઉત્પાદકતામાં(Productivity ) પણ વધારો થાય તે માટે ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે .

ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( SGCCI ) ની ગ્લોબ્લ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિચર્સ સેન્ટર ( GFRRC ) દ્વારા વિવિધ તાલીમ વર્ગો શરુ કરવામાં આવ્યા છે . સુરતમાં તૈયાર થતું પોલિએસ્ટર ફેબ્રિક્સ મુખ્યત્વે દેશની 65 ટકા માંગની સાથે ટેકનિકલ ટેક્સટાઈલ , હાઈ ફેશન , મેડિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં પણ ઉપયોગમાં આવી રહ્યું છે . કોવિડની ઉત્પતિ બાદ સુરતના કાપડ ઉદ્યોગ માટે એન્ટીમાઈક્રોબલ ફેબ્રિકનું નવું માર્કેટ ખુલ્યું છે .

ત્યારે દેશ અને દુનિયાની ટેક્સટાઈલ ક્ષેત્ર પાસેથી થઈ રહેલી અવનવી માંગને પહોંચી વળવાની સાથો – સાથ ઉત્પાદકતાં અને નવી પેઢીનું યોગદાન વધે તે માટેના પ્રયત્નો આ તાલીમ વર્ગો થકી હાથ ધરવામાં આવ્યા છે . શહેરના કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલી ઘણી મિલો અને કંપનીઓમાં હવે મોટાભાગે નવી પેઢી દ્વારા ઉત્પાદન સેક્ટરમાં બદલાવ કરાવામાં આવી રહ્યો છે.અપગ્રેડેડ ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારાયો છે .

તેવામાં  ઉદ્યોગ આગેવાનો જણાવે છે કે , સુરતના કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજાર હજુ ખુલ્યુ છે.આ નવા માર્કેટમાં સ્થાન મેળવવા કંઈક નવીન ઉત્પાદન કરવાની આવશ્યકતાં ઉભી થઈ છે . નવી પેઢી થકી માર્કેટ કેપ્ચર કરી શકાય તે માટે કવાયત હાથ ધરાઈ છે .

જ્વેલરી એસો . દ્વારા પણ નવ યુવાનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય સુરત જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસિએશન દ્વારા જ્વેલરી મેકિંગને લગતાં વિવિધ કોર્ષ વિનામૂલ્યે આપવાની શરુઆત થઈ ગઈ છે . હીરાની સાથે જ્વેલરી ઉત્પાદનના પણ હબ બની ગયેલા સુરતની આ ઈન્ડસ્ટ્રિઝમાં સ્કીલ્ડ કર્મચારીઓ આવે તે માટે તાલીમ પૂરી પાડીને તેમને રોજગારી પણ આપવામાં આવી રહી છે . જો કે તાલીમ નિશુલ્ક આપ્યા છતાં ઘણાં તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે .

એક વર્ષમાં 750 થી વધુ યુવાઓને તાલીમ આપી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના જણાવ્યા પ્રમાણે કાપડ સેક્ટરમાં વિવિધ ટેકનિકલ કોર્ષ થકી 3 ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યા છે . એક તો ઈન્ડસ્ટ્રિઝને નવી જનરેશન મળી રહી છે . સુરતથી ઘણાં વિદ્યાર્થીઓ ટેક્સટાઈલ માટે તાલીમર્થે વિદેશ જાય છે તેની જગ્યાએ હંગામી તાલીમ મેળવીને નવું ઈનોવેશન શરુ કરી રહ્યા છે . નવી જનરેશનના કારણે કાપડ ઉત્પાદન ક્ષેત્રે પ્રોડક્ટિવીટી પણ વધી છે . એક વર્ષમાં 750 વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી છે .

આ પણ વાંચો :

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

ઉત્પાદકતા વધારવા કાપડ ઉદ્યોગમાં નવી પેઢીને તાલીમ, સ્થાનિક ઉદ્યોગનું સ્તર ઊંચું લાવવા પ્રયત્ન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati