Surat : સુરત ડાયમંડ બુર્સની પોઝિટિવ ઇફેક્ટ, ડાયમંડ એસોસિયેશનનાં સભ્યની સંખ્યા ડબલ થઇ

ડાયમંડ એસોસીએશનના મહામંત્રી દામજીભાઇ માવાણીએ કહ્યું કે ડાયમંડ બુર્સમાં સુરત બહારના હીરા ઉદ્યોગપતિઓએ પણ ઓફિસો ખરીદી છે અને તેને કારણે મુંબઇ , ભાવનગર , અમદાવાદ જેવા શહેરોના હીરા ઉદ્યોગપતિઓ પણ હવે સુરત ડાયમંડ એસોસીએશનના સભ્યો બની ચૂક્યા છે .

Surat : સુરત ડાયમંડ બુર્સની પોઝિટિવ ઇફેક્ટ, ડાયમંડ એસોસિયેશનનાં સભ્યની સંખ્યા ડબલ થઇ
Positive effect of Surat Diamond Bourse: Number of Diamond Association members doubles(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:03 AM

સુરત ડાયમંડ એસોસીએશનનાં(SDA)  મેમ્બર હોય એ જ હીરા બુર્સમાં ઓફિસ ખરીદી શકે જેથી હવે મુંબઇ , ભાવનગર , અમદાવાદથી પણ હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ એસોસિયેશનના સભ્ય (Member ) બન્યાં છે. સુરતના ખજોદ ખાતે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગના સ્વરૂપમાં સુરત ડાયમંડ બુર્સની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ રહી છે અને ગણતરીના મહિનાઓમાં આ પ્રોજેક્ટ ધમધમતો થઇ જાય તેવી ગણતરી વચ્ચે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની પોઝીટીવ અસરો સુરતના માર્કેટ પર જોવા મળી રહી છે .

ડાયમંડ બુર્સનો સૌથી મોટો ફાયદો સુરત ડાયમંડ એસોસીએશને થયો છે . 2016 માં ડાયમંડ બુર્સની જાહેરાત થઇ ત્યારે સુરત ડાયમંડ એસોસીએશનની સભ્ય સંખ્યા 2832 હતી , જે આજે 5336 થઇ ચૂકી છે .સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ એ લોકો જ ખરીદી શકે છે જેઓ સુરત ડાયમંડ એસોસીએશનમાં સભ્યપદ ધરાવતા હોય , આ શરતને કારણે સુરત ડાયમંડ એસોસીએશનની સભ્ય સંખ્યા બમણી થઇ જવા પામી છે . 1988 માં સુરત ડાયમંડ એસોસીએશનની સ્થાપના 1 સભ્યથી કરવામાં આવી હતી . 2016 માં ડાયમંડ બુર્સનાં પ્રોજેક્ટની જાહેરાત થઇ ત્યારે 2832 સભ્યો હતા આજે 5336 સભ્યો થઇ ગયા છે

સુરત ડાયમંડ એસોસીએશનની બમણી થઇ ગયેલી સભ્ય સંખ્યા અંગે ડાયમંડ એસોસીએશનના મહામંત્રી દામજીભાઇ માવાણીએ કહ્યું કે ડાયમંડ બુર્સમાં સુરત બહારના હીરા ઉદ્યોગપતિઓએ પણ ઓફિસો ખરીદી છે અને તેને કારણે મુંબઇ , ભાવનગર , અમદાવાદ જેવા શહેરોના હીરા ઉદ્યોગપતિઓ પણ હવે સુરત ડાયમંડ એસોસીએશનના સભ્યો બની ચૂક્યા છે .

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સુરત ડાયમંડ એસોસીએશને ખુદ હીરા બુર્સમાં ઓફિસ ખરીદી છે . એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ , મંત્રી દામજીભાઇ તથા અન્યોએ જણાવ્યું કે 1988 થી 2016 સુધી સુરત ડાયમંડ એસોસીએશનની સભ્ય સંખ્યા 2832 પર પહોંચી ચૂકી હતી . જોકે , આ સમયગાળા દરમિયાન સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા કારખાનેદારો મળીને 6 હજાર જેટલા લોકો કાર્યરત હતા.

પરંતુ , એ સમયે ડાયમંડ એસોસીએશનમાં સભ્ય સંખ્યા બાબતે ઉદાશીન વલણ દાખવવામાં આવ્યું હતું . પરંતુ , એ પછી 2016 માં સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં એક શરત એ છે કે જે વ્યક્તિ સુરત ડાયમંડ એસોસીએશનનું સભ્યપદ ધરાવતા હશે એ વ્યક્તિ , સંસ્થા જ સુરત હીરા બુર્સમાં ઓફિસ ખરીદી શકશે . આ શરતને પગલે 5 માર્ચ 2016 થી 15 માર્ચ 2016 દસ દિવસમાં જ સુરત ડાયમંડ એસોસીએશનની સભ્ય સંખ્યા 4282 ૫૨ પહોંચી ગઇ હતી . અને હાલમાં 5336 સભ્યો ધરાવતું સૌથી મોટું ડાયમંડ એસોસીએશન સુરતનું બની ચૂક્યું છે .

આ પણ વાંચો :

The Kashmir Files : ચેતજો, બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની ફેક લિંક તમારું એકાઉન્ટ કરી શકે છે ખાલી

Surat : આપના કોર્પોરેટરની ફરિયાદને પગલે સીઆર પાટીલને શુભેચ્છા પાઠવતાં પોસ્ટર દૂર કરાયા

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">