Surat : નૂપુર શર્માની ધરપકડની માગ સાથે પોસ્ટરો ચોંટાડવામાં આવતા પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(Narendra Modi ) નવસારી ખાતે જાહેર સભાનું આયોજન છે ત્યારે આ રીતે વાતાવરણ ડહોળાવાના પ્રયાસોને પગલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Surat : નૂપુર શર્માની ધરપકડની માગ સાથે પોસ્ટરો ચોંટાડવામાં આવતા પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Demand to arrest nupur sharma (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:07 AM

ઈસ્લામના(Islam) સંસ્થાપક મોહમ્મદ પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ ટિપ્પણી (Comment ) કરવાના મુદ્દે વિવાદમાં આવેલ નુપુર શર્મા(Nupur Sharma )  વિરૂદ્ધ દેશભરમાં ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે શહેરના રાંદેર વિસ્તારમાં નુપૂર શર્માની ધરપકડની માગ સાથેના પોસ્ટર બ્રિજ પર ચોંટાડવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જિલાની બ્રિજ પર ઠેર – ઠેર નુપૂર શર્માના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હોવાની જાણકારી મળતાં જ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

હાલમાં જ દેશની એક ન્યૂઝ ચેનલમાં ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મોહમ્મદ પયંગબર સાહેબ વિરૂદ્ધ અસભ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને પગલે દેશ – વિદેશમાં આ મુદ્દે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સમગ્ર પ્રકરણમાં બફાટ કરનાર નુપૂર શર્માને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવી દેવામાં આવ્યો હતો. જો કે, હજી પણ નુપૂર શર્માનો વિવાદ શમવાનું નામ લેતું નથી. મહારાષ્ટ્રમાં નુપૂર શર્મા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ બાદ તેણીને જાનથી મારી નાખવાની પણ ધમકી મળી રહી છે.

જોકે, આ વિવાદ હવે સુરત સુધી પહોંચી ચુક્યો છે. સુરતના રાંદેરના જિલાની બ્રિજ પર નુપૂર શર્માની ધરપકડની માગ સાથેના પોસ્ટરો ચોંટાડવામાં આવતાં વાહન ચાલકોમાં પણ કુતુહલ જોવા મળ્યું હતું. આ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ દ્વારા પણ પોસ્ટર દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પોસ્ટર કોના દ્વારા ચોંટાડવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જવાબદાર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરાશેઃ પીઆઈ એમપી પટેલ

સુરત શહેરના વાતાવરણમાં પલિતો ચાંપવાના પ્રયાસના ભાગરૂપે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી ખાતે જાહેર સભાનું આયોજન છે ત્યારે આ રીતે વાતાવરણ ડહોળાવાના પ્રયાસોને પગલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે રાંદેર પીઆઈ એમપી પટેલ દ્વારા જણાવાયું હતું કે, હાલના તબક્કે જીલાની બ્રિજના બન્ને તરફ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારની હરકત કરનારને ઝડપી પાડીને તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની વાત પણ તેઓએ જણાવી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">