Surat: પોલીસે 100 કરોડની ડુપ્લીકેટ કરન્સી એક સંસ્થાની એમ્બ્યુલન્સમાંથી ઝડપી

સુરત(Surat)જિલ્લાના કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી કરોડોની ડુપ્લીકેટ કરન્સી(Duplicate Currency)  સુરત જિલ્લા પોલીસે પકડી પાડી છે કામરેજ પોલીસને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમોની ટોળકી આશરે કરોડ જેટલી બનાવટી ચલણી નોટો પોતાની પાસે રાખી બજારમાં વટાવવાની ફીરાકમાં છે

Surat: પોલીસે 100 કરોડની ડુપ્લીકેટ કરન્સી એક સંસ્થાની એમ્બ્યુલન્સમાંથી ઝડપી
Surat Police Seized Duplicate Currency
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 02, 2022 | 5:19 PM

સુરત(Surat)જિલ્લાના કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી કરોડોની ડુપ્લીકેટ કરન્સી(Duplicate Currency)  સુરત જિલ્લા પોલીસે પકડી પાડી છે કામરેજ પોલીસને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમોની ટોળકી આશરે કરોડ જેટલી બનાવટી ચલણી નોટો પોતાની પાસે રાખી બજારમાં વટાવવાની ફીરાકમાં છે તથા આ બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કરી છેતરપીંડી કરી રહેલ છે. જેમાંથી એક ઇસમ કીમ ચાર રસ્તા તરફથી એક એમ્બ્યુલન્સ નંબર GJ-18-U-8912 જેના ઉપર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટાવડાલા-સુરત લખેલ છે અને આ એમ્બ્યુલન્સમાં બનાવટી ચલણી નોટો લઇને કામરેજ ચાર રસ્તાથી સુરત શહેર તરફ વટાવવા જવાનો છે.

સુરત જિલ્લા એસપી અને સુરત રેન્જ આઇ.જી ને જાણ કરવામાં આવી હતી

તેના આધારે અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર આવેલ શીવ શક્તિ હોટલની સામે નવી પારડી કટ પાસે નાકાબંધી કરી આ એમ્બુલન્સને રોકી લીધેલ જેમાં ચેક કરતા એમ્બુલન્સના પાછળના ભાગે છ પતરાની છ પેટીમાં 2000 ના દરની નોટોના બંડલ -1290 જેમાં કુલ નોટ નંગ 1,29,000 શંકાસ્પદ બનાવટી ચલણી નોટો મળી આવેલ. જે નોટો કુલ 25,80,00,000 કબ્જે કરી હતી. આમ કરોડો રૂપિયાની નકલી નોટ મળતાની સાથે જ તાત્કાલિક સુરત જિલ્લા એસપી અને સુરત રેન્જ આઇ.જી ને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુરત જિલ્લા એસપી હિતેશ જોરસર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.

સંડોવાયેલ આરોપીઓ

(૧) હિતેષભાઇ પરસોત્તમભાઇ કોટળીયા (૨) દિનેશભાઇ લાલજીભાઇ પોશીયા (૩) વિપુલકુમાર હરીશભાઇ પટેલ (૪) વિકાસ જૈન રહે. મુંબઇ (૫) દીનાનાથ યાદવ રહે. મુંબઇ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડુપ્લીકેટ નોટો અલગ અલગ જિલ્લાઓમાં ફેરવાના હતા અને કેરલીક રકમ ઘરમાં માથી મળી.

આમ સુરત જિલ્લા પોલીસ દ્વારા કરોડો રૂપિયાની ડુબલીકેટ નોટ પકડી પાડતા જ જે તપાસ દરમ્યાન વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનારના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સઘન તપાસ તજવીજ હાથ ધરતા પકડાયેલ આરોપી હીતેશ પરશોતમભાઇ કોટડીયાએ તેના વતન ખાતે વધુ નોટો છુપાવેલ હોવાનુ જાણવા મળતા તાત્કાલીક એક ટીમ આરોપીના વતન મોટાવડાળા તા કાલાવડ જિ. જામનગર ખાતે મોકલી ૨૦૦૦/- તથા ૫૦૦/- ના દરની ૫૨,૭૪,૦૪,૦૦ -ના અંકિત મૂલ્યની બનાવટી ચલણી નોટો પતરાની પેટીઓમાં ઘાસ નીચે છુપાવેલી પકડી પાડવામાં આવેલ.

આ ગેંગનું કરોડોનું ડુપ્લીકેટ નોટોનું કાવતરું હતું

આમ તમામ આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી વિકાસ જૈને નોટો જાતે અથવા બીજા સહ આરોપીઓ જોડે આરોપી દીનાનાથ યાદવ અને અન્ય સહ આરોપીની મદદગારીથી બનાવી બીજા આરોપી મારફતે સદરહુ બનાવટી નોટોને સાચી નોટો તરીકે બજારમાં ઇસમો અથવા કંપનીઓને બતાવી તથા પોતાના ટ્રસ્ટના નામનો ઉપયોગ કરી જુદાજુદા ઇસમો સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરેલ તથા અંગત આર્થીક ફાયદો મેળવવાના ઇરાદાથી વટાવવા અર્થે પોતાના કબજામાં રાખી ભારતીય અર્થતંત્રને મોટુ નુકસાન થાય તે રીતે તમામ આરોપીઓએ સાથે મળી રુપીયા ૧૦૦,૦૦,૦૦,૦૦૦/- (સો કરોડ)ના અંકિત મૂલ્યની ૨૦૦૦/- તથા ૫૦૦/- ના દરની બનાવટી ચલણી નોટો બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતાં તે બનાવી, મેળવી, ખરીદી, ગુનાહીત ઇરાદે પોતાના કબજામાં રાખી, ઉપયોગ કરી કુલ ૭૮,૫૪,૦૪,૦૦૦/ ( ઇઠ્યોતેર કરોડ ચોપ્પન લાખ ચાર હજાર)ના અંકિત મૂલ્યની બનાવટી ચલણી નોટો સાથે ત્રણ આરોપીઓ પકડાઇ ગયા હતા.

તેમજ બાકીની બનાવટી ચલણી નોટો બજારમાં વટાવી, સગેવગે કરી, અથવા નાશ કરી ગંભીર ગુનો આચરેલ હોઇ, અને તપાસ કરતા ગુનાહિત જણાય આવતા કામરેજ પો.સ્ટે.ખાતે ભારતીય ફોજદારી ધારાની કલમ- ૪૮૯(૧),(ખ),(ગ),૪૦૬,૪૨૦,૨૦૧,૧૨૦(બી) મુજબ ની ફરીયાદ સરકાર તરફે નોંધી. રીકવર કરવાનો બાકીનો બનાવટી ચલણી નોટોનો જથ્થો કોઇ જ્ગ્યએ સંતાડી રાખેલ છે કે કોઇ ને આપી વટાવેલ છે ? વિગેરે મુદ્દાઓ ઉંડાણપૂર્વકની તપાસ તજવીજ કરવામાં આવી રહેલ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">