Surat: રાંદેરમાં વૃદ્ધ પાસેથી થયેલી 1.41 લાખની લૂંટમાં પોલીસે 3 આરોપીને પકડી રોકડ કબજે કરી

સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે વયોવૃદ્ધ પાસેથી થયેલી રૂપિયા 1.41 લાખની દિલધડક લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીપ આપનાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પાસેથી રોકડ પણ કબજે કરવામાં આવી છે

Surat: રાંદેરમાં વૃદ્ધ પાસેથી થયેલી 1.41 લાખની લૂંટમાં પોલીસે 3 આરોપીને પકડી રોકડ કબજે કરી
રાંદેરમાં વૃદ્ધ પાસેથી થયેલી 1.41 લાખની લૂંટમાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીને પકડી રોકડ કબજે કરી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:24 PM

સુરતના રાંદેર (Rander) વિસ્તારમાં ધોળા દિવસે વયોવૃદ્ધ પાસેથી થયેલી રૂપિયા 1.41 લાખની દિલધડક લૂંટ (robbery) કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા ટીપ આપનાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પાસેથી રોકડ પણ કબજે કરવામાં આવી છે.

સુરતના રાંદેર વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગેટની પાસેથી એક વૃદ્ધની બેગની લૂંટ કરી બાઇક પર આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચએ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ મોટરસાયકલ સહિત 92 હજારથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે.

ભોગ બનનાર વયોવૃદ્ધના ત્યાં કામ કરતાં કર્મચારી દ્વારા જ લૂંટનો પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો. જ્યાં નાનપણના પોતાના મિત્ર અને ચિકનની દુકાન પર કામ કરતા સગીર વયના કિશોરની મદદથી આ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. લૂંટ કરતા પહેલા એક દિવસ આરોપીઓએ વયોવૃદ્ધની સંપૂર્ણ રેકી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જોકે લૂંટ કરવા માટે આરોપીઓએ પાંડેસરા વિસ્તારમાંથી ચોરી કરેલી મોટરસાયકલ પણ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાંદેર અને પાંડેસરામાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે.

સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલ મોહમ્મદ અલહજીઝ હોલ નજીક 31મી જાન્યુઆરીના રોજ ધોળા દિવસે રૂપિયા 1.41 લાખની લૂંટની ઘટના બની હતી. મોહમ્મદ નબી નામના વયોવૃદ્ધ રૂપિયા 1.41 લાખની રોકડ ભરેલ થેલો લઈ પોતાના કામના સ્થળે જઈ રહ્યા હતા. જે વેળાએ એક મોટર સાયકલ પર આવી ચઢેલા બે શખ્સોએ તેમના હાથમાં રહેલ રોકડ રૂપિયા 1.41 લાખની રોકડ ભરેલ ઠેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

લૂંટની ઘટનાના સમયે વયોવૃદ્ધ મોહમદભાઈ નબીને નીચે પાડી દેતા તેઓ જમીન પર ઢળી પડયા હતા.જેમાં તેઓને સામાન્ય ઇજા પણ થઈ હતી.સવારના અગિયાર વાગ્યાના અરસામા ધોળા દિવસે લૂંટની ઘટના બનતા રાંદેર પોલીસ દોડતી થઈ હતી.જ્યાં પોલીસ (Police) એ મોહમ્મદ નબીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મામલો ગંભીર હોય સુરત પોલીસ કમિશ્નરની સુચના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટિમ પણ તપાસમાં જોડાઈ હતી. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં લૂંટારુઓ કેદ થયા હતા. જેમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થતાં બંને લૂંટારુઓની હરકત કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને રાંદેર પોલીસનો સ્ટાફ આરોપીઓને શોધી કાઢવા કામે લાગ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે અમરોલી અને મુગલીસરા વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

લૂંટની ઘટનાનો ભોગ બનનાર મહોમ્મદ નબીના ત્યાં કામ કરતા હસન બ્લોચ અને ઐયુબ ચૌહાણ નામના શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં લૂંટનો પ્લાન હસન બ્લોચ દ્વારા બનાવવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. એટલું જ નહીં ઝડપાયેલ આરોપી ઐયુબ ચૌહાણ નાનપણનો હસન બ્લોચનો મિત્ર હોવાનું પણ બહાર આવ્યું હતું. જ્યાં ઐયુબ ચૌહાણે બમરોલી ખાતે ચિકનની દુકાનમાં કામ કરતા સગીરને પ્લાનમાં શામેલ કર્યો હતો.

લૂંટ કરવા માટે આરોપીઓ દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી ડિસ્કવર મોટર સાયકલની ચોરી કરવામાં આવી હતી.ત્યારબાદ મોહમ્મદ નબીની એક દિવસ અગાઉ આરોપીઓએ રેકી કરી હતી. હસન બ્લોચને જાણકારી હતી કે, માલિક મોહમ્મદ નબી દરરોજ પોતાના કામના સ્થળે ચારથી પાંચ લાખ રૂપિયા લઈને આવે છે. જેથી આ લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો. જેથી તેણે જ લૂંટ માટેની ટીપ પણ અન્ય આરોપીઓને આપી હતી.

31 મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગ્યે સગીર સહિત ઐયુબ ચૌહાણ ડિસ્કવ મોટર સાયકલ પર ગયા હતા,જ્યાં બંનેએ મોહમ્મદ નબીના હાથમાંથી રોકડ 1.41 લાખ ભરેલ ઠેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લૂંટની ઘટનામાં બમરોલીથી સગીર વયના આરોપીની પણ ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાંદેર અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરી સહિત લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી ચોરીની મોટર સાયકલ,મોબાઈલ ફોન,રોકડ મળી કુલ ૯૨ હજારની મત્તા જપ્ત કરી આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાલ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી

આ પણ વાંચોઃ Inside story: IPS અધિકારીઓની બદલી પહેલા લેટર બોમ્બ થકી રાજકોટ પોલીસ કમિશનરનું રાજકીય “એન્કાઉન્ટર” કરાયું?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">