સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે. મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘાતકી હત્યાનો ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. અહીં આપેલા વી઼ડિયોમાં જોઈ શકાય છે તેમ યુવક જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધાં. એક હત્યારાએ દોઢ મિનિટમાં યુવકને 40 ઘા ઝીંકી દીધાં. અને અન્ય બે આરોપીઓએ તેને 20 ઘા માર્યા.
એટલું જ નહીં બર્બરતાન હદ વટાવતા હત્યારાઓએ મૃતકના જમણાં હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. CCTVમાં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે. મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસનો બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે. શહેરમાં જો પોલીસનો બાતમીદાર પણ સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
આ સાથે પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બંનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. હત્યાને અંજામ આપનાર ત્રીજો આરોપી હજુ ફરાર છે. જ્યારે ચોથા આરોપી અફશાખને શોધવા તજવીજ હાથ ધરી છે.
દસ દિવસ પહેલાં મૃતક આલોક અગ્રવાલે અફશાખ નામના શખ્સને લાફો ઝીંકી દીધો હતો. કદાચ તેનો જ ખાર રાખીને. આ હત્યાને અંજામ અપાયાની પોલીસને આશંકા છે. જો કે મુખ્ય ષડયંત્રકાર મનાતો અફશાખ અને હત્યામાં સામેલ વધુ એક આરોપી હજુ ફરાર છે. તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસનું કહેવું છે કે મૃતકે શા માટે અફશાખને લાફો માર્યો હતો અને અફશાખે કેમ તેની હત્યા કરી તે અફશાખના ઝડપાયા બાદ જ સામે આવશે.