Surat : જહાંગીરપુરા વિસ્તારમાં બે વિદેશી પક્ષીની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરતમાં  અવારનવાર તમે ચોરીના બનાવો સાંભળ્યા હશે. પરંતુ સુરતમાં ક્યારેક એવા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જે સાંભળી ને ચોકી જશો ત્યાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ચોરી થઇ ગઇ છે

Surat : જહાંગીરપુરા વિસ્તારમાં બે વિદેશી પક્ષીની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Surat Two Parrot Theft
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 22, 2022 | 4:18 PM

સુરતમાં  અવારનવાર તમે ચોરીના બનાવો સાંભળ્યા હશે. પરંતુ સુરતમાં ક્યારેક એવા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જે સાંભળી ને ચોકી જશો ત્યાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂતના ઘરમાંથી 2 લાખના રુપિયાના વિદેશી પોપટની જોડીની ચોરી થઇ ગઇ છે.અને તે મામલે પોલીસ પણ ફરિયાદ પણ નોંધાઈ  છે. સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં બે પક્ષી ચોરીની ફરિયાદ નોંધાવવામા આવી છે.

વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા

સુરતના રાંદેર ગામ અંબાજી ચોક પાસે રહેતા ખેડૂત વિશાલ જીતેન્દ્ર પટેલે પોતાના બે વિદેશી પક્ષીઓ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ સુરત જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે.અને આ વાત સાચી છે ફરિયાદની વાત કરવામાં આવે તો તેઓની વેરીયાવ ગામ પાસે જમીન આવેલી છે. તે જમીનમાં તેઓ ખેતી કરે છે. તેઓએ વાડીનું નામ મિત્રોની વાડી રાખ્યું હતું. જે વાડીમાં તેઓનું પક્ષીઘર આવ્યું હતું. તેઓને વિદેશી પક્ષીઓ રાખવાનો શોખ હોય વર્ષ 2014 માં કોલકાતાથી સકાર લેટ મકાઉ પોપટ એટલે કે વિદેશી પોપટની જોડી તેઓ ખરીદી કરી સુરત લાવ્યા હતા. તેઓ છેલ્લા 8 વર્ષથી આ પોપટની જોડીને પાળતા હતા. તેમજ તેઓની વાડીમાં જુદા જુદા ઘણા વિદેશી પક્ષીઓ તથા આઠ પાલતું શ્વાન પણ રાખ્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

લોખંડની જાળી કાપી 2 લાખની કિંમતના પોપટની ચોરી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.હકીકતમાં એવું છે કે ફરિયાદીએ જણાવ્યું તે પ્રમાણે તારીખ 26 ઓક્ટોબરના રોજ વાડીના અલગ રૂમમાં લોખંડની જાળી કાપી 2 લાખની કિમતના પોપટની ચોરી થઇ હતી. અજાણ્યો ઇસમ પોપટની જોડી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ફરિયાદને લઈ અમે વધુ તપાસ હાથ ધરી છે.પણ મહત્વનું એ છે કે પોલીસ માટે આવી ચોરીની ફરિયાદ ક્યારેક સામે આવતી હોય છે પણ હાલમાં તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">