Surat : એરપોર્ટ પર પહેલી વખત જ પ્લેટિનિયમની દાણચોરી ઝડપાઈ, શારજાહથી આવેલા વિમાનમાં 3 લાખના પ્લેટિનિયમ સાથે એક હિરાસતમાં

ખાસ કરીને હાલમાં સુરત (Surat )શારજાહની ફ્લાઇટ ઓપરેટ થાય છે, તેમાંય ગોલ્ડની દાણચોરીના અનેક કિસ્સાઓ આ પહેલા પણ બની ચુક્યા છે. જેમાં પેસેન્જરો ગુપ્ત રીતે સોનાની દાણચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. 

Surat : એરપોર્ટ પર પહેલી વખત જ પ્લેટિનિયમની દાણચોરી ઝડપાઈ, શારજાહથી આવેલા વિમાનમાં 3 લાખના પ્લેટિનિયમ સાથે એક હિરાસતમાં
Surat Airport (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:33 AM

સુરતના(Surat ) એરપોર્ટ ઉપર પહેલી વખત જ પ્લેટિનિયમની (Platinum ) દાણચોરી પકડાઈ છે. સુરત એરપોર્ટ ખાતે પહેલી વખત કસ્ટમ(Custom ) વિભાગને પ્લેટિનિયમ ઝડપી પાડવામાં સફળતા મળી છે. અત્યાર સુધી ગોલ્ડની દાણચોરીના કિસ્સા સામે આવ્યા છે ત્યારે પહેલી વાર શારજાહની ફ્લાઈટ માંથી એક યુવાન 3 લાખના પ્લેટિનિયમ સાથે ઝડપી પાડયો હતો.

મળતી માહિતી અનુસાર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને મળેલી વોચ બાતમીના આધારે અધિકારીઓએ શારજાહથી સુરત આવનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પેસેન્જર્સ પર એરપોર્ટથી બહાર નીકળતી વખતે વોચ ગોઠવી હતી. અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પેસેન્જર્સ ૫૨ એક યુવકને રોકી તેની તપાસ કરતા બહાર નીકળતી વખતે તેની પાસેથી ત્રણ લાખ રૂપિયાનું પ્લેટિનિયમ મળી આવ્યું હતું. યુવાન પાસે એ પ્લેટિનિયમ બાબતે કોઇ પુરાવા મળી આવ્યા ન હતા. જેથી કસ્ટમ વિભાગે પ્લેટિનિયમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધી સુરત એરપોર્ટ ખાતે ગોલ્ડની દાણચોરીના અનેક કિસ્સા સામે આવ્યા હતા,પરંતુ પ્લેટિનમ પકડાવાની પહેલી ઘટના છે. ડિપાર્ટમેન્ટ આ કેસમાં પણ દાણચોરીની દિશામાં તપાસ કરી હતી. રવિવારે ફલાઈટ બાદ તમામ પેસેન્જર બહાર નીકળી રહ્યા હતા તે સમયે  એક યુવકને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી ત્રણ લાખ રૂપિયાનું પ્લેટિનમ મળી આવ્યું હતું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

નોંધનીય છે કે સુરતથી જ્યારથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. ત્યારથી દાણચોરીના કેસ પણ વધ્યા છે. ખાસ કરીને હાલમાં સુરત શારજાહની ફ્લાઇટ ઓપરેટ થાય છે, તેમાંય ગોલ્ડની દાણચોરીના અનેક કિસ્સાઓ આ પહેલા પણ બની ચુક્યા છે. જેમાં પેસેન્જરો ગુપ્ત રીતે સોનાની દાણચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

ઇન્ટરનેશનલ ફ્લાઈટ મારફતે આવતા મુસાફરોનું વિશેષ ચેકીંગ માટે કસ્ટમ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે મુસાફરો અવનવી તરકીબો અપનાવીને કિંમતી સોનુ લાવતા હોય છે.ત્યારે આ વખતે પહેલી વાર ત્રણ લાખ રૂપિયાનું પ્લેટિનમ મળી આવતા કસ્ટમ વિભાગે યુવકની વધુ પુછપરછ શરૂ કરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">