Surat : શહેરના માર્ગો પર 150 ઇલેક્ટ્રિક બસો દોડતી કરવાનું આયોજન નિષ્ફ્ળ, હાલ ફક્ત 49 બસો જ દોડી રહી છે

સુરત મહાનગરપાલિકા દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન મેન્ટેનન્સ , સપ્લાય સાથેનો કોન્ટ્રાકટ હતો. આ સાથે મનપાએ પોતે પણ વધુને વધુ ઈ - બસો દોડાવવાનું આયોજન કર્યું હતું . પરંતુ તેની સામે હાલ માં સુરતમાં ફક્ત 49 ઈ - બસ જ દોડી રહી છે. જેની પાછળ સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ રજુ કરાયું છે

Surat : શહેરના માર્ગો પર 150 ઇલેક્ટ્રિક બસો દોડતી કરવાનું આયોજન નિષ્ફ્ળ, હાલ ફક્ત 49 બસો જ દોડી રહી છે
Plan to run 150 electric buses on city routes failed, (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 8:49 AM

કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદુષણ(Pollution ) ડામવા ઈ – વાહન ( ઇલેક્ટ્રિક વાહન ) અંગેની નવી નીતિ જાહેર કર્યા બાદ , સુરત મનપાએ(SMC)  પણ શહેરીજનોને ઈ – વાહન (Electric Vehicle ) માટે પ્રોત્સાહન આપવા યોજના બનાવી છે . હાલ શહેરમાં 49 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે . નિર્ધારિત આયોજન મુજબ , સપ્ટેમ્બર -2021 સુધી 150 ઇલેક્ટ્રિક બસો શહેરના વિવિધ રૂટો પર દોડતી કરવાની હતી , જે શક્ય બન્યું નથી .

સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરીજનોને ઈ વાહન માટે પ્રોત્સાહન આપવા માટે ફ્રી પાર્કિંગ , વાહન વેરા માફી સહીતની નીતિ જાહેર કરવામાં આવી હતી . જોકે એમાં મનપા નિર્ધારિત સિદ્ધિ મેળવી શકી નથી . શહેરમાં તબક્કાવાર ઇલેક્ટ્રિક બસો દોડાવવાના મનપાના આયોજનો સામે બસ સપ્લાયમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે.

ઈ – બસ સપ્લાય ઓછો રહેતા સપ્ટેમ્બર -2021 સુધીમાં 150 બસ દોડાવવાના લક્ષ્યાંક સામે પ્રશ્નાર્થ ચિન્હઃ સુરત મહાનગરપાલિકા દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન મેન્ટેનન્સ , સપ્લાય સાથેનો કોન્ટ્રાકટ હતો. આ સાથે મનપાએ પોતે પણ વધુને વધુ ઈ – બસો દોડાવવાનું આયોજન કર્યું હતું . પરંતુ તેની સામે હાલ માં સુરતમાં ફક્ત 49 ઈ – બસ જ દોડી રહી છે. જેની પાછળ સપ્લાયમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ રજુ કરાયું છે . આ સાથે આગામી મે -2022 સુધી બાકી રહેલી 101 બસો સપ્લાય કરીને , ઓપરેટ કરવાની બાહેંધરી પણ એજન્સી દ્વારા આપવામાં આવી છે . મનપા દ્વારા ફોટોન લિમિટેડ નામની અન્ય એજન્સીને પણ વધુ વધુ 150 કોન્ટ્રા ઇ – વે ટ્રાન્સ નામની એજન્સીને સોંપાયો હતો .

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

એજન્સીએ સપ્ટેમ્બર 2021 સુધી તબક્કાવાર 150 ઇ – બસો સુરત મનપાને સપ્લાય કરી કાર્યરત કરવાની હતી . પરંતુ અત્યાર સુધી એજન્સી ફક્ત 49 બસો જ સપ્લાય કરી શકી છે અને તમામ બસો હાલ કાર્યરત સ્થિતિમાં છે . એજન્સી દ્વારા કોરોનાને કારણે ઉત્પાદન બંધ રહ્યું હોવાથી બસ ઈ – બસો સપ્લાય કરવામાં વિલંબ થયો હોવાનું કારણ રજૂ કર્યું છે.  આ કોન્ટ્રાકટ મુજબ ડીસેમ્બર -2022 સુધીમાં એજન્સીએ ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરવાની રહે છે . હાલ મનપાના આયોજન મુજબ , ઇલેક્ટ્રિક બસો પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર દોડાવવાનું શક્ય બની રહ્યું નથી . જેનું મુખ્ય કારણ ઈજારદાર દ્વારા બસ સપ્લાયમાં થઇ રહેલો વિલંબ છે .

આ પણ વાંચો :

Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">