Surat : સહકારી પેટ્રોલપંપોને અપાતું પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘુ, સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ

રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Surat : સહકારી પેટ્રોલપંપોને અપાતું પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘુ, સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ
Petrol and diesel supplied to co-operative petrol pumps cost six to eight rupees, protest by co-operative farmers' organizations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:49 AM

પેટ્રોલિયમ (Petroleum )કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( IOC ) દ્વારા છેલ્લા 8 દિવસમાં ખાનગી રિટેઇલરો દ્વારા સંચાલિત પંપ કરતાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા સંચાલિત પેટ્રોલ અને ડિઝલ પમ્પોને 8 રૂપિયે મોંઘું ડિઝલ આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.ગુજરાતમાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા 200 પમ્પ ચલાવવામાં આવે છે.એ પૈકી 50 પમ્પ સુરત જિલ્લાની સહકારી મંડળીઓ , સુગર મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે .

આઇઓસી કંપનીની બેધારી નીતિ સામે સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનો વિરોધ એટલા માટે છે કે અન્ય પમ્પો કરતા સહકારી પેટ્રોલ પામ્પોને અપાતા પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘઆપવામાં આવી રહ્યા છે.

આઈઓસી દ્વારા છેલ્લા 8 દિવસમાં ડિઝલના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરાયો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલિયમ કંપની દ્વારા સહકારી મંડળીઓને કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પની ફાળવણી કરવામાં આવી છે. જે મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોને પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે. પરંતુ કંપની દ્વારા છેલ્લા 8 દિવસથી કરવામાં આવેલા ભાવ વધારાને મંડળીઓના કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પ માટે ડીઝલમાં આઠ રૂપિયા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જયારે રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવો સુરત શહેર – જિલ્લાના રિટેઇલ પમ્પો કરતા વધી જતાં ઓલપાડ તાલુકાની મંડળીના પમ્પ બંધ કરી દેવાની નોબત આવી છે. સુમુલ ડેરીના ઓલપાડના ડિરેકટર અને સહકારી આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે , સહકારી મંડળીઓએ હાલ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ બંધ કરી દીધું છે . પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં સહકારી મંડળીઓને ખોટ જતી હોવાથી આ નિર્ણય લેવાયો છે .

ઓલપાડ જિન , કિમ જિન , ટકારમા જિન અને સાયણ સુગર સહિતની મંડળીઓ સહકારી ધોરણે આ આ પ્રકારના પંપ ચલાવે છે . આ મામલે ભાવ વધારો પાછો ખેંચવા અમે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા , પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે . કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને પણ ઈ – મેલથી જાણ કરી છે .

આ પણ વાંચોઃ Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચોઃ Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">