Surat: ઓરિસ્સાથી ગાંજાનો સપ્લાય કરતા પારડી બંધુની ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ, આરોપીને સુરત લાવતી વખતે સાગરીતોએ કર્યો પથ્થરમારો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Jan 24, 2023 | 11:59 PM

Surat: ઓરિસ્સાથી ગાંજાના સપ્લાયનું નેટવર્ક ચલાવતા પારડી બંધુની ક્રાઈમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. ઓરિસ્સાથી પારડી બંધુઓને ઝડપી સુરત લાવતા લોકોના ટોળાએ બંનેને છોડાવવા માટે પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો.

Surat: ઓરિસ્સાથી ગાંજાનો સપ્લાય કરતા પારડી બંધુની ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ, આરોપીને સુરત લાવતી વખતે સાગરીતોએ કર્યો પથ્થરમારો
પારડી બંધુની ધરપકડ

સુરત શહેર સહિત જિલ્લામાં ગાંજાનો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી આખરે સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો સુરતમાં સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી એવા પારડી બંધુઓને સુરત ક્રાઈમબ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા જઈને સ્થાનિક પોલીસ અને એસટીએફની મદદ મેળવી આરોપીને ઝડપી પાડ્યા છે.

પોલીસ બંને પારડી બંધુઓને સુરત લઈ આવવામાં સફળતા મેળવી છે. આ બંને બંધુઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનરે ઈનામની પણ જાહેરાત કરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓરિસ્સાથી પારડી બંધુઓને ઝડપી સુરત લાવતી વખતે લોકોના ટોળાએ બંનેને છોડાવવા માટે પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો. જો કે તેમ છતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ બંને આરોપીઓને સુરત લઈ આવવામાં સફળ રહી હતી.

ગાંજાના સપ્લાયારને ઓરિસ્સાથી ઝડપી પાડયા

ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજાના જથ્થાનો સુરત શહેર અને જિલ્લામાં સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પારડી તથા ગુંડી વૃંદાવન પારડીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. બંને આરોપીઓ વર્ષ 2009-10થી વોન્ટેડ હતા અને તેમના ઉપર સરકારના હુકમ દ્વારા સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજાર તથા 10 હજારના ઇનામની રકમ ઘોષિત કરવામાં આવી હતી.

સ્થાનિક એસટીએફની ટીમની મદદ લઈ મોડી રાત્રે ઝડપી પાડયા

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી હતી અને આ ટીમ ગંજામ ઓરિસ્સા ખાતે રવાના થઇ હતી. વધુમાં આરોપીઓ ખુબ જ રીઢા અને તે વિસ્તારમાં તેઓની લોકો ઉપર પકડ હોવાથી આરોપીઓને પકડવા માટે ભુવનેશ્વર એસટીએફ, ગંજામ એસ.પી., છત્રપુર એસડીપીઓ તથા સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી અને એક ટીમ બનાવવામાં આવી હતી અને 22 જાન્યુઆરીના મોડી રાતે 1 વાગ્યાના અરસામાં રેઇડ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પથ્થરમારો થયો

પોલીસ ટીમ આરોપીને પકડી ત્યાંથી તેઓને લઈને નીકળે તે પહેલા જ લોકોના ટોળાનો આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ ઉપર પત્થરમારો કર્યો હતો. તેમ છતાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તથા લોકલ પોલીસ અને એસટીએફની ટીમ દ્વારા આરોપીઓને પકડી ત્યાંથી નીકળવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: વ્યાજખોરોના આતંકને ઓછો કરવા સુરત શહેરમાં પોલીસનો પ્રયાસ, લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું

જુદા જુદા ગાંજાના સપ્લાયના ગુનામાં મોસ્ટ વોન્ટેડ હતા

ઝડપાયેલો આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા સામે 51.170 કિલોગ્રામ ગાંજા મામલે પુણા, 49.250 ગ્રામ ગાંજા બાબતે કતારગામ તેમજ ઓલપાડમાં ઝડપાયેલા 600 કિલોથી વધુના ગાંજાના કેસમાં વોન્ટેડ હતો તેમજ આરોપી વિરુદ્ધ એસટીએફ ભુવનેશ્વર દ્વારા 1 હજાર કી.ગ્રા. ગાંજાનો ગંજામ ખાતે નોંધાયેલો છે. તેમજ ભૂતકાળમાં તે સુરતમાં કતારગામ અને ડીસીબી પોલીસ મથકમાં વર્ષ 2009માં પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયો હતો. જયારે ગુંડી પરીડા પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati