Surat: ભેસ્તાનમાં સ્લેબ પડવાથી વધુ એક બાળકીનું મોત, ત્રણ મહિનામાં બે બાળકીઓએ ગુમાવ્યો જીવ

ત્રણ મહિના પહેલા પણ 5 નંબરની બિલ્ડિંગનો આ જ રીતે સ્લેબ પંખા સાથે પડવાને કારણે પણ એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી અને તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું. 

Surat: ભેસ્તાનમાં સ્લેબ પડવાથી વધુ એક બાળકીનું મોત, ત્રણ મહિનામાં બે બાળકીઓએ ગુમાવ્યો જીવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 5:41 PM

Surat: સુરતના ભેસ્તાન (Bhestan) ખાતે સરસ્વતી આવાસ રહીશો માટે જીવનું જોખમ અને મોતના ખેલ જેવો સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે એક બાળકી બિલ્ડીંગ નીચે રમી રહી હતી, ત્યારે વરસાદ (Rain) અને જર્જરિત થવાના કારણે બિલ્ડિંગનો સ્લેબ (Slab) પડતા બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન આ બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે બાળકીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

ભેસ્તાન આવાસમાં આવેલ બિલ્ડીંગ નંબર 13માં રહેતા ફારુખ શેખની માસુમ દીકરી 10 વર્ષીય ગુલફશા ગઈકાલે બપોરે બિલ્ડિંગની નીચે અન્ય ચારથી પાંચ જેટલા બાળકો સાથે રમી રહી હતી. ત્યારે વરસાદ આવી જતા બાળકો પોતાના ઘરમાં ભાગવા લાગ્યા હતા. તે સમયે ગુલફશા પણ પોતાના ઘર તરફ દોડી રહી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેવામાં અચાનક જ સ્લેબનો પોપડો તેના શરીર પર પડતા તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક 108 એમ્યુલન્સની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે બાળકીનું મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ફ્રૂટનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ફારુખ શેખે જણાવ્યું હતું કે તેના પરિવારમાં છ સંતાનો છે. જ્યારે આ દીકરી સૌથી નાની દીકરી હતી. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. મરણ જનાર દીકરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

ભેસ્તાન આવાસમાં રહેતા અન્ય લોકોનું કહેવું છે કે આવાસની ઘણી બિલ્ડીંગો જર્જરિત થઈ ગઈ છે અને અવારનવાર પોપડા તેમજ સ્લેબ પડવાની ઘટનાઓ પણ બને છે. ત્રણ મહિના પહેલા પણ 5 નંબરની બિલ્ડિંગનો આ જ રીતે સ્લેબ પંખા સાથે પડવાને કારણે પણ અને એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી અને તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું. આમ ત્રણ મહિનામાં બે બાળકીઓના મોતથી પરિવારજનો અને સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

આ પણ વાંચો : Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">