Surat : પ્રજા ઉપર પડશે વધુ એક બોજ, સુમુલનું દૂધ થશે 2 રૂપિયા મોંઘું

Surat : મોંઘવારીના મારથી ત્રસ્ત લોકોના ખિસ્સા પર વધુ એક વાર ભારણ પડવા જઈ રહ્યું છે. કારણ કે સુમુલ ડેરી ( Sumul Dairy ) દ્વારા સુરત અને તાપી જિલ્લામાં વેચાતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Parul Mahadik
| Edited By: | Updated on: Jun 19, 2021 | 11:54 AM

Surat : મોંઘવારીના મારથી ત્રસ્ત લોકોના ખિસ્સા પર વધુ એક વાર ભારણ પડવા જઈ રહ્યું છે. કારણ કે સુમુલ ડેરી( Sumul Dairy ) દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના( Petrol-Diesel ) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દૂધના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. અઢાર મહિના પછી સુમુલ ડેરી દુધના ભાવ વધારવા જઈ રહી છે. આ ભાવ વધારો 20 જૂનથી અમલમાં આવશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સુમુલ ડેરીમાં પેકેજીંગ ખર્ચમાં 42 ટકા, પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટ 28 ટકા, જ્યારે મિલ્ક હેન્ડલિંગ અને પરિવહન ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે દૂધના ભાવમાં 2 રૂપિયા લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલે જણાવ્યું હતું કે સુમુલ ડેરીમાં દર મહિને 12 લાખ લીટર દુધનું વેચાણ થતું હોય છે. હજી 7 લાખ જેટલા પર પ્રાંતિયો સુરત પરત આવ્યા નથી. એટલે હજી 10.40 લાખ દુધનું જ વેચાણ થઈ રહ્યું છે.

18 મહિના પહેલા ડિસેમ્બર 2019માં ભાવવધારો કરવામાં આવ્યો હતો. કોરોના સમયમાં પણ લોકોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ભાવવધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તે જોતા દૂધ ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે. જેના કારણે દુધનો ભાવ વધારો અમલી બનવા જઇ રહ્યો છે.

સુરતમાં દરરોજ 22 થી 25 લાખ લોકો સુધી સુમુલ દ્વારા દૂધ પહોંચાડવામાં આવે છે. હવે પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થતાં લોકોનાં ખિસ્સા પર અસર પડશે. ખાસ કરીને ગૃહિણીઓએ હવે બજેટ મેનેજ કરવું અઘરૂ થઇ પડશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">