Surat: શહેર સિદ્ધિઓની હારમાળામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ, દેશ-વિદેશમાં વધુ એક કારણે લેવાશે સુરતનું નામ, જાણો શું છે સિદ્ધિ?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. જેથી તમામ સુરતવાસીઓ ગૌરવની લાગણી આનુભવી રહ્યા છે.

Surat: શહેર સિદ્ધિઓની હારમાળામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ, દેશ-વિદેશમાં વધુ એક કારણે લેવાશે સુરતનું નામ, જાણો શું છે સિદ્ધિ?
Surat One more achievement has been added to the list of city achievements
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 15, 2022 | 8:30 PM

સુરત (Surat) સિટી એક સ્માર્ટ સિટી (Smart City) તરીકે ઓળખાય છે અને  એક પછી એક સિદ્ધિ સુરત સિટીના નામે થઇ રહી છે, અત્યાર સુધીમાં સુરત શહેરના નામે અગણિત સિદ્ધિઓ થઈ ચૂકી છે પણહવે દેશના રક્ષણ માટેની પણ વધુ એક સિદ્ધિ મળી છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા યુદ્ધ જહાજનું નામકરણ INS-SURAT રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. જેમાં સુરતનું ગૌરવ વધારતા સંદેશ છે કે ભારતના સૌરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા યુદ્ધ જહાજનું નામકરણ INS-SURAT રાખવાની જાહેરાત કરી છે. પ્રોજેકટ 15-B હેઠળ મુંબઈના મઝગાવ ડોકયાર્ડ ખાતે INS SURATનું લોન્ચિંગ થશે.અત્યાર સુધી સુરત શહેર ના નામે તમામ સિદ્ધિઓ આવી ચૂકી છે પણ રક્ષણ જે ગૌરવ લેવા જેવી વાત છે.INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમફાલ (મણિપુર) રાખવામાં આવ્યું છે. મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની કંપની 19 જુલાઈ 2018થી મઝગાવ ડોક્યાર્ડમાં આ યુદ્ધજહાજ તૈયાર કરી રહી હતી.

દેશની રક્ષાની વાત કરવામાં આવે તો સીમા પર રક્ષા માટે એક ખાનગી કંપની દ્વારા K9 ટેન્કો બનાવમાં આવી છે તે ગૌરવ લેવાની વાત સાથે વધુ એક સિદ્ધિ હાંસલ કહી શકાઇ છે જેમાં INS SURAT નામ શા માટે અપાયું તે આપણે જાણીએ તો ભારત નેવીએ ભારતના કોસ્ટલ એરિયા અને પોર્ટ ધરાવતા શહેરોના નામે INS સિરિઝના યુધ્ધ જહાજોના નામ રાખવાની નીતિ બનાવી છે.તે અંતર્ગત અને એ રીતે નામકરણ કરવાનો ડિફેન્સ ડિપાર્ટમેન્ટે નવો ક્રાઇટેરિયા બનાવ્યો છે.જેમાં INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમ્ફાલ (મણિપુર) રાખવામાં આવ્યા હતાં. ત્યારે ચોથું જહાજ માં સુરત ને સ્થાન મળ્યું જે સુરત શહેરના લોકો માટે ગૌરવવ લેવા જેવી વાત છે INS સુરત નેવીના પ્રોજેક્ટ 15- B હેઠળનું ચોથું અને અંતિમ જહાજ છે. જે વિશાખાપટ્ટનમ ખાતે તહેનાત કરવાનું આયોજન છે. સુરતના નામનું યુદ્ધ જહાજ INS સુરત સુરતીઓને અરબી સમુદ્રમાં જોવા મળશે કે કેમ એને લઈને સોશ્યલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">