Surat : પાંડેસરામાં મકાનની નીચે બેસેલા ત્રણ યુવકો ઉપર ગેલેરીના સ્લેબનાં ટુકડા પડતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

ગઈ કાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોસાયટીમાં જ રહેતો અજય રમાશંકર સીંગ અને અન્ય બે જણા મકાનની નીચે બેસેલા હતા ત્યારે એકાએક મકાની ગેલેરી તૂટી પડી હતી.

Surat : પાંડેસરામાં મકાનની નીચે બેસેલા ત્રણ યુવકો ઉપર ગેલેરીના સ્લેબનાં ટુકડા પડતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત
slabs fall one death
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 27, 2022 | 5:09 PM

સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એક મકાનની ગેલેરી તૂટી પડતા સ્થળ ઉપર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. જયારે ઘટનાને પગલે લોકો ગભરાઈ ગયા હતા. એટલુંજ નહીં મકાનની નીચે ત્રણ યુવકો બેસેલા હતા. તેમની ઉપર સ્લેબનાં ટુકડા પડતા ત્રણે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા જેઓ પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું મોત (death) નીપજ્યું હતું જયારે અન્ય બે માંથી એકને હોસ્પિટલ (hospital) માં દાખલ કરવમાં આવ્યો છે.

પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાની ધરમનગર સોસાયટીમાં આવેલ એક મકાન જૂનું અને જર્જરિત થઇ ગયું હતું. દરમિયાન ગઈ કાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોસાયટીમાં જ રહેતો અજય રમાશંકર સીંગ અને અન્ય બે જણા મકાનની નીચે બેસેલા હતા ત્યારે એકાએક મકાની ગેલેરી તૂટી પડી હતી.

એટલું જ નહીં ગેલેરીના સ્લેબનાં ટુકડા નીચે બેસેલ આ ત્રણે યુવકો ઉપર પડયા હતા જેના લીધે તેમને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સ્લેબ પડવાનો આવાજ સાંભળી સ્થાનિકો ડરી ગયા હતા. ઘટનાને પગલે સ્થનિકોમાં ઘબરાટ ફેલાવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તેમજ ત્રણ પૈકી બે જણાને વધુ ઈજા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ ઉપરના ડોકટરોએ અજય સીંગને મૃત જાહેર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજય સીંગને બે સંતાન છે અને વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે રાત્રે તે જમીને ત્યાં મકાનની નીચે બનાવેલ ઓટલા ઉપર વેસવા માટે ગયો હતો અને કાળનો કોળિયો બની ગયો. બનાવને લઈને પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ભૂકંપના આચંકા જેવો અનુભવ થયો હતો

ઘટનાને પગલે સ્થાનિક લોકો એકદમ ડરી ગયા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મકાનની ગેલેરી જૂની અને જર્જરિત થઇ ગઈ હતી. રાત્રે અચાનક ધડાકાભેર પડી ગઈ હતી. ગેલેરીના સ્લેબનાં ટુકડા એટલા ધડાકા સાથે નીચે પડયા હતા કે ધડામ થઈને થયેલા આવાજ સંભળાવવાની સાથે ભૂકંપના આંચકા જેવો એહસાસ થયો હતો. જેના પગલે લોકો ઘબરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">