Surat : એરપોર્ટ પર વિમાનો પાર્ક કરવા એક એકર જમીન ફાળવવામાં આવશે

એરપોર્ટની દિવાલને અડીને આવેલા નાળા પર ગેરકાયદે દબાણ થઈ ગયું હોવાથી ચોમાસા દરમિયાન નાળામાંથી પાણી નિકાલની સમસ્યા ઉદભવે છે તેથી પ્રિ - મોન્સુન કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા નાળાનું દબાણ દૂર કરીને નાળા ખુલ્લા કરવાની સૂચના આપવામાં આવી છે.

Surat : એરપોર્ટ પર વિમાનો પાર્ક કરવા એક એકર જમીન ફાળવવામાં આવશે
One acre of land will be allotted for parking aircraft at the airport(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:43 AM

સુરત એરપોર્ટના(Airport ) વિવિધ પ્રશ્ને પ્રશ્ન બાબતે તેમજ એરપોર્ટ માટે ફાળવવામાં આવનાર જમીન(Land ) બાબતે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં એરપોર્ટ પર વિમાન પાર્કિંગ(Parking ) માટે એક એકર જમીન ફાળવવાની મંજૂરી જિલ્લા કલેક્ટરે આપીને સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી આપી છે. આ સાથે એ૨પોર્ટની દિવાલને અડીને આવેલા નાળા પર થયેલું ગેરકાયદે દબાણ દૂર કરવા સહિત ટેક્સી પાર્કિંગ માટેનો પ્રશ્ન પણ બેઠકમાં ઉકેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવસારી સાંસદ – પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી . આર . પાટીલ સુરત એ૨પોર્ટ ઓથોરિટી સાથે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે એક સંયુક્ત બેઠક યોજી હતી. જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા થયા બાદ એરપોર્ટ પર વિમાનના પાર્કિંગ માટે એરપોર્ટ પર રહેલા મંદિર તરફ રહેલા નાના – નાના ત્રણ ટૂકડા મળીને લગભગ એક એકર જેટલી જમીન વિમાનના પાર્કિંગ માટે ફાળવી આપવાની મંજૂરી કલેક્ટર તરફથી આપવામાં આવ્યા બાદ તેની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં હતી.

આ સાથે વધુમાં ખાસ કરીને એરપોર્ટની અંદર પાર્કિંગ માટેનો ચાર્જ વધુ હોવાથી સુરતના ટેક્સી ચાલકો એરપોર્ટની બહાર ટેક્સી પાર્ક કરીને ઊભા રહેતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોવાથી આ સમસ્યાનો ઉકેલ લાવવા સુરતના ટેક્સી ચાલકોને ટ્રીપ મુજબ અથવા તો માસિક પાસની વ્યવસ્થા ગોઠવી આપવાની સૂચના પણ આપવામાં આવી છે. જેથી આગામી સમયમાં સુરતના ટેક્સી ચાલકોને એરપોર્ટની અંદર જ ટેક્સી પાર્ક કરવાની સુવિધા મળી રહેશે .

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

એરપોર્ટ પર લાંબા સમયથી દીવાલને અડીને આવેલા નાળા પરના દબાણો દૂર કરવાની ખાતરી પણ જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આપવામાં આવી છે. એરપોર્ટની દિવાલને અડીને આવેલા નાળા પર ગેરકાયદે દબાણ થઈ ગયું હોવાથી ચોમાસા દરમિયાન નાળામાંથી પાણી નિકાલની સમસ્યા ઉદભવે છે તેથી પ્રિ – મોન્સુન કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા નાળાનું દબાણ દૂર કરીને નાળા ખુલ્લા કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : 18 વર્ષ બાદ કતારગામ જીઆઈડીસીનો પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ થવા તરફ

સુરત : સ્ટેશનરી અને સ્કુલ યુનિફોર્મ લેવા દુકાનોમાં વાલીઓની ભીડ, બે વર્ષ બાદ શરૂ થઇ રહી છે શાળા-કોલેજો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">