Surat: મનપાની વિવિધ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનના નામો કરાયા જાહેર, અહીં જુઓ લિસ્ટ

સુરત મહાનગરપાલિકામાં આજે વિવિધ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનમાં નામો જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષ નેતાના નામની જાહેરાત પણ કરવામાં આવી છે, આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

Surat: મનપાની વિવિધ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનના નામો કરાયા જાહેર, અહીં જુઓ લિસ્ટ
| Edited By: | Updated on: Sep 22, 2023 | 7:21 PM

સુરત મહાનગરપાલિકામાં આજે વિવિધ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નામો જાહેર કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરાએ આજે સત્તાવાર રીતે વિવિધ સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો જાહેર કર્યા હતા. સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ જે બાદ નવા મેયર, ડેપ્યુટી મેયર, દંડક,અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદેદારોની  વર્ણી કરવામાં આવી હતી. દરમિયાન આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. આ સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નામ જાહેર કરવામાં આવ્યા છે.

પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે

  • આરોગ્ય સમિતિ અધ્યક્ષ :- નેન્સીબેન શાહ,
    ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ
  • જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ,
    ઉપાધ્યક્ષ : કેતન મહેતા
  • પાણી સમિતિ અધ્યક્ષ : હિમાંશુ રાવલજી,
    ઉપાધ્યક્ષ : કુણાલ સેલર
  • ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ,
    ઉપાધ્યક્ષ : ઉષા પટેલ
  • સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઇ,
    ઉપાધ્યક્ષ : રૂતા ખેની
  • ગટર સમિતિ અધ્યક્ષ : કેયુર ચોપટવાલા,
    ઉપાધ્યક્ષ : સુધા પાંડે
  • કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા,
    ઉપાધ્યક્ષ : ભાવના સોલંકી
  • હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર,
    ઉપાધ્યક્ષ : કૈલાશ સોલંકી
  • ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી,
    ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા
  • લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ : ચિરાગ સોલંકી,
    ઉપાધ્યક્ષ : નરેન્દ્ર પાંડવ
  • સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ : વિજય ચોમલ,
    ઉપાધ્યક્ષ : બનશું યાદવ
  • જાહેર પરિવહન સમિતિ : સોમનાથ મરાઠે,
    ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ

આ પણ વાંચો : ભેસ્તાન ગાર્ડનમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, સામાન્ય બોલાચાલીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બેઠી છે, આમ આદમી પાર્ટીમાં આજે વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં આવી છે, વિપક્ષ નેતા તરીકે વોર્ડ નબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે, પાયલ સાકરીયા વોર્ડ નબર 16માંથી આપ પાર્ટીમાંથી કોર્પોરેશનની ચુંટણી લડ્યા હતા અને તેઓ જીતીને કોર્પોરેટર બન્યા છે, આજે તેઓની આપ પાર્ટી દ્વારા વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:19 pm, Fri, 22 September 23