Surat : મેટ્રો રેલની કામગીરી ઝડપી બનશે : ટનલ બોરિંગ મશીનની ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ

સુરત શહેરમાં  મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . મેટ્રોના ફેઝ -1 સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે . અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે શહેરમાં 10 મહિના અગાઉ જ ટનલ બોરિંગ મશીન ઉતારી દેવાયું હતું

Surat : મેટ્રો રેલની કામગીરી ઝડપી બનશે : ટનલ બોરિંગ મશીનની ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ
Surat Metro Testing of tunnel boring machine completed (Representitive Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 2:30 PM

સુરત(Surat)  શહેરમાં  મેટ્રો રેલની(Metro Rail)  કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . મેટ્રો  રેલના ફેઝ -1 સરથાણાથી ડ્રીમ સિટીના(Dream City)  રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે . આ  અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે શહેરમાં 10 મહિના અગાઉ જ ટનલ બોરિંગ મશીન ઉતારી દેવાયું હતું જે પાલનપોર પાસેના ગોડાઉનમાં અસેમ્બલ કરી દેવાયું છે .

અને આ ટનલ બોરિંગ મશીન ( ટીબીએમ ) નું ફેક્ટરીમાં ટેસ્ટિંગની કામગીરી પણ પુર્ણ કરી દેવામાં આવી છે . આ ટીબીએમ મશીનને કાપોદ્રા ( ઉત્તર રેમ્પ ) અને રેલવે સ્ટેશન વચ્ચેની ટ્વિન ટનલ સુરત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે .

ઉત્તરીય રેમ્પ અને સુરત રેલ્વે મેટ્રો સ્ટેશન વચ્ચેના અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર તમામ કટ અને કવર પદ્ધતિનો ઉપયોગ કરીને ટ્વિન બોર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે . તેમજ ટનલ બોરિંગ મશીન બનાવતી ટેરેક કંપની દ્વારા વધુ એક મશીન સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે આપવામાં આવશે .

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ મશીન 6.61 મીટર વ્યાસ ધરાવતું અર્થ પ્રેશર બેલેન્સ ટનલ બોરિંગ મશીન ( EPBM ) છે જેનો ઉપયોગ આ મહિનાની શરૂઆતમાં સફળ પરીક્ષણ બાદ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કરવામાં આવશે .

સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ પેકેજ ( UG – 01 ) માં કાપોદ્રા , લાભેશ્વર ચોક અને સેન્ટ્રલ વેરહાઉસ સ્ટેશનને આવરી લેવાશે તેમજ પેકેજ UG 02 માં તે ચોક બજાર , મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનોને આવરી લેવામાં આવશે . જેમ જેમ ટનલ બોરિંગ મશીનથી બોરિંગ કરાશે તેમ તેમજ કોંક્રિટ યુનિવર્સલ – સ્ટાઇલ , પ્રી – કાસ્ટ લાઇનિંગ રિંગ્સને અંડરગ્રાઉન્ડ ઈન્સ્ટોલ કરી દેવામાં આવશે .

હાલમાં શહેરના અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાના સ્થળે તકનીકી તપાસ થઇ રહી છે અને આ સર્વેના આધારે મેટ્રો સ્ટેશનની ડિઝાઇન કરાશે તેવું સુરત મેટ્રોના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.શહેરમાં હાલમાં કાપોદ્રા પાસે સોઈલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. તે ઉપરાંત શહેરમાં વીઆઈપી રોડથી ભીમરાડ કેનાલ વચ્ચે મેટ્રો માટેના પાઈલિંગની કામગીરી છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ‘કર્કવૃત્ત નિદર્શન સાયન્સ પાર્ક’ શરુ થવાની જોવાઇ રહી છે રાહ, ગત બજેટમાં આપી હતી ભેટ

આ પણ વાંચો : બનાસ ડેરીમાં દૂધની વિક્રમજનક આવક, એક દિવસમાં અધધ 90.58 લાખ લીટર દૂધની આવક

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">