Surat : કોર્પોરેશન દ્વારા પશુ ચિકિત્સકની ગેરહાજરીમાં પશુઓને લગાવવામાં આવતા ટેગ સામે માલધારી સમાજનો વિરોધ

કોર્પોરેશન (SMC) દ્વારા પશુઓ તો પકડવામાં આવે છે. પણ જયારે તેમને ટેગીંગની કામગીરી કરવામાં આવે છે. ત્યારે કોઈપણ નિષ્ણાત પશુ ચિકિત્સક કે તબીબ ત્યાં હાજર હોતું નથી.

Surat : કોર્પોરેશન દ્વારા પશુ ચિકિત્સકની ગેરહાજરીમાં પશુઓને લગાવવામાં આવતા ટેગ સામે માલધારી સમાજનો વિરોધ
protests against tagging of animals by the corporation in the absence of a veterinarian(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 8:39 AM

શહેરના(Surat ) વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગૌવંશ સહિતના ઢોરોને સુરત મહાનગર પાલિકાની(SMC) ઢોર પાર્ટી દ્વારા ટેગ(Tag ) લગાવવાની કામગીરીના વિરોધ સાથે માલધારી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલકમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા આ દરમ્યાન આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પશુઓના ડોક્ટરની અનુપસ્થિતિમાં બેલદારો દ્વારા ચીપ અને ટેગ લગાવવાની કામગીરીને પગલે પશુઓને અસહ્ય વેદના સાથે લોહી નીકળવાની ઘટનાઓ નોંધાવા પામી છે. આ સ્થિતિમાં મનપા દ્વારા આ કામગીરી માટે અન્ય વિકલ્પ અપનાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે માલધારી સમાજના આગેવાનોએ મનપા દ્વારા ઢોરને લગાવવામાં આવતા ટેગની કામગીરી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુપરત કરવામાં આવેલા આવેદન પત્રમાં માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મનપા દ્વારા પકડવામાં આવતાં ગૌવંશ અને ઢોરોને જે રીતે ચીપ તેમજ ટેગ લગાવવામાં આવે છે તે ખૂબ જ બર્બરતાપૂર્વકનું કૃત્ય છે.

આવેદન આપવા આવેલા માલધારી સમાજના લોકોનું કહેવું હતું કે કોર્પોરેશન દ્વારા પશુઓ તો પકડવામાં આવે છે. પણ જયારે તેમને ટેગીંગની કામગીરી કરવામાં આવે છે. ત્યારે કોઈપણ નિષ્ણાત પશુ ચિકિત્સક કે તબીબ ત્યાં હાજર હોતું નથી. માત્ર ને માત્ર બેલદારો દ્વારા જ પશુઓને આ ટેગિંગ કરવામાં આવે છે, જેના કારણે પશુઓને શારીરિક તકલીફ સહન કરવાનો વારો આવે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ સિવાય મનપાની ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવતાં જાનવરોને પશુઓના ડોક્ટરોને બદલે બેલદારો દ્વારા જ ટેગ લગાવવામાં આવતાં ઘણી વખત પશુઓના ગળાના ભાગની ચામડીમાંથી લોહી નીકળવાની ઘટનાઓ પણ બનવા પામી છે. આ સ્થિતિમાં મનપા દ્વારા માનવતાને ધોરણે રખડતા ઝડપાયેલા ઢોરોને ટેગ લગાવવાને બદલે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી કે ક્યાં તો ટેગિંગ બાબતે અન્ય કોઈ વિકલ્પ અજમાવવામાં આવે અથવા તો ટેગિંગ દરમ્યાન કોઈ પશુ ચિકિત્સકને હાજર રાખવામાં આવે. આવનારા દિવસોમાં આ મામલે હકારાત્મક અભિગમ દાખવવા પણ માલધારી સમાજ દ્વારા કોર્પોરેશનને વિનંતી કરવામાં આવી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">