Surat: કતારગામ વિસ્તારમાં નીકળી મહા ત્રિરંગાયાત્રા, લોકો સાથે મંત્રી પણ પગપાળા જ જોડાયા

મંત્રી વીનુ મોરડીયા આ યાત્રામાં રથ પર સવાર થવાને બદલે જનતા સાથે પદયાત્રામાં જોડાયા હતા. કતારગામના કદાવર નેતા ગણાતા વીનુ મોરડીયાની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા હતા.

Surat: કતારગામ વિસ્તારમાં નીકળી મહા ત્રિરંગાયાત્રા, લોકો સાથે મંત્રી પણ પગપાળા જ જોડાયા
Tiranga Yatra in Katargam (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 13, 2022 | 12:16 PM

સુરતમાં (Surat) આજે મંત્રી વીનુ મોરડીયા દ્વારા સ્થાનિકો સાથે મળીને મહા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વીનુ ભાઈ મોરડીયા દ્વારા આ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં 40 હજારથી વધુ લોકો એ હાથમાં ત્રિરંગા રાખી પદયાત્રા કરી હતી. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી વેડ રોડ નજીક આવેલ પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી પહોંચી હતી.

સુરતમાં મંત્રી વીનુ મોરડીયાએ આ યાત્રાને પ્રારંભ કરાવતા હીરા ઉદ્યોગકારો પણ જોડાયા હતા. પીએમ નરેન્દ્ર મોદીનો સૂટ ખરીદનાર અને હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે સાથે અન્ય હીરા ઉદ્યોગકાર અને રત્નકલાકારો પણ આ યાત્રામાં જોડાઈ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતના ઈતિહાસમાં આ યાત્રા ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે કે 5 કિલોમીટર લાંબી આ યાત્રા અત્યાર સુધીની સૌથી મોટી ત્રિરંગા યાત્રા માનવામાં આવી રહી છે.

મંત્રી વિનુ મોરડીયા પગપાળા જોડાયા

મંત્રી વીનુ મોરડીયા આ યાત્રામાં રથ પર સવાર થવાને બદલે જનતા સાથે પદયાત્રામાં જોડાયા હતા. કતારગામના કદાવર નેતા ગણાતા વીનુ મોરડીયાની સાથેસાથે મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા હતા. યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ લોકોને આવકાર્યા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વડાપ્રધાન મોદીની મુહિમ ‘હર ઘર ત્રિરંગા’ને લઈ સુરતથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતથી મહા ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અને ધારાસભ્યો અને પદાધિકારીઓ જોડાયા હતા. તે બાદ શહેરમાં ઠેક ઠેકાણે અનેક વિસ્તારોમાં નાની મોટી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે ત્રિરંગા યાત્રાની જ્યોત આજે કતારગામ વિધાનસભામાં પ્રજવલિત થતી જોવા મળી હતી. કતારગામમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ યાત્રા ફરતા એપાર્ટમેન્ટ અને ઘરોમાંથી લોકો એ અભિવાદન કર્યું હતું. અંતે મંત્રી વીનુ મોરડીયાએ તમામનો આભાર માની યાત્રાની પૂર્ણાહુતિ પાટીદાર ભવન ખાતે કરી હતી.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">