શેરી, પોળ અને પાર્ટી પ્લોટનાં ગરબા પહોચ્યા હવે ધાબે, સુરતનું ગરબા રસિક ગ્રુપ માસ્ક અને સેનેટાઈઝર સાથે મકાનની અગાશી પર ગરબા રમશે

ગરબો અને ગુજરાત એકબીજા સાથે વણાયેલા છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે આ વર્ષે ગરબા શક્ય નથી. જો કે સુરતના એક ગરબા રસિક ગ્રુપ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની સુવિધા સાથે મકાનની અગાશી પર ગરબા રમવાનું નક્કી કર્યું છે. જેમાં સોસાયટીઓ કે એપાર્ટમેન્ટના લોકો ધાબા ઉપર અથવા તો બાલ્કનીમાં રહીને ગરબા રમશે અને ઓનલાઈન પ્લેટફોર્મ થકી […]

શેરી, પોળ અને પાર્ટી પ્લોટનાં ગરબા પહોચ્યા હવે ધાબે, સુરતનું ગરબા રસિક ગ્રુપ માસ્ક અને સેનેટાઈઝર સાથે મકાનની અગાશી પર ગરબા રમશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:29 PM

ગરબો અને ગુજરાત એકબીજા સાથે વણાયેલા છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે આ વર્ષે ગરબા શક્ય નથી. જો કે સુરતના એક ગરબા રસિક ગ્રુપ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની સુવિધા સાથે મકાનની અગાશી પર ગરબા રમવાનું નક્કી કર્યું છે. જેમાં સોસાયટીઓ કે એપાર્ટમેન્ટના લોકો ધાબા ઉપર અથવા તો બાલ્કનીમાં રહીને ગરબા રમશે અને ઓનલાઈન પ્લેટફોર્મ થકી એકબીજા સાથે ટ્યુનિંગ કરશે.

કોરોનાને કારણે આ વર્ષે અન્ય તહેવારોની જેમ નવરાત્રિના તહેવારને પણ ગ્રહણ લાગ્યું છે ત્યારે સુરતનું ગરબા રસિકોનું ગ્રુપ કંઈક અનોખી જ રીતે ગરબા રમશે. આ ગરબા રસિકોનું ગ્રુપ સાહિત્યકાર સ્વ. ભગવતીકુમાર શર્મા દ્વારા લખાયેલા ગરબા પર ગ્રુપ ઓનલાઈન ગરબા કરશે. ગરબાના સ્ટેપ્સમાં ખાસ કરીને પ્રાચીન ગરબાને મહત્વ આપ્યું છે જેમાં માથા પર એકથી વધુ બેડાં,ગરબી, મઢ, મઠ, દીવા, ઘંટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વળી કોરોનાને કારણે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે વિષયે પણ ધ્યાન કેન્દ્રિત કરીને સ્ટેપ બનાવ્યા છે. જાહેર સ્થળપને બદલે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટના લોકો ધાબા ઉપર અથવા તો બાલ્કનીમાં રહીને ગરબા રમી શકે એવું આયોજન છે. જેથી તહેવારનું મહત્વ પણ જળવાઈ રહે, શોખ પણ પૂરો થાય. જેને માટે ઓનલાઇન સ્પર્ધા પણ યોજશે. જેમાં માસ્ક અને સેનેટાઈઝરને પણ ફરજીયાત સાથે રાખવામાં આવશે.

ચિંતન વશીએ કહ્યું કે ,જરૂરી નથી કે ગરબા પાર્ટી પ્લોટમાં જ રમાઈ. આપણે ગરબા માતાજીની આરાધના માટે આપણે રમીએ છીએ તો નવા કન્સ્પેટ સાથે આ વર્ષે ઘર, બંગલાના ધાબા પર કે એપાર્ટમેન્ટ હોય તો બાલ્કનીમાં જ રહી ને ગરબા રમીશું. જેથી 7 વર્ષના બાળક થી લઈને 70 વર્ષના વૃધ્ધો પણ માતાજીની આરાધના કરી શકે અને ઓનલાઈન પ્લેટફોર્મ થતી એકબીજા સાથે જોડાયેલા પણ રહીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">