સુરત પ્રેમ : USA માં સ્થાયી થયેલા આ અસ્સલ સુરતીએ સુરત માટે બતાવ્યો આ રીતે પ્રેમ

સુરત પ્રેમ : USA માં સ્થાયી થયેલા આ અસ્સલ સુરતીએ સુરત માટે બતાવ્યો આ રીતે પ્રેમ
This genuine Surati who settled in USA showed love for Surat in this way

દેશની(India ) હિંદુ સંસ્કૃતિ નો વારસો અને તેની ભવ્યતા કેટલી મહાન રહી છે તેનો પરિચય હું લોકોને આપું છું. તેઓએ એ પણ કહ્યું હતું કે ત્યાં રહીને સુરત, ભારત અને હિંદુ સંસ્કૃતિ નો સંદેશો આપીને તેઓ દેશના સારા બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંગે છે

Parul Mahadik

|

Jun 15, 2022 | 9:55 AM

વિદેશ (Foreign ) માં વસેલા ભારતીયો ભારત(India )  દેશ માટે અને પોતાના મૂળ શહેર(City ) કે વતનને ક્યારેય ભૂલી શકતા નથી. વિદેશની ધરતી પર જઈને પણ તેઓને ભારતની માટીની યાદ સતાવે છે. અને આ લાગણીને પોતાના હૃદયમાં હંમેશા જીવંત રાખવા તેઓ શક્ય તેટલા પ્રયત્ન પણ કરતા હોય છે. આજે વાત કરવી છે એક એવા સુરતીની જે ઘણા વર્ષોથી સુરત છોડીને અમેરિકામાં સ્થાયી થયા છે, પણ સુરત અને ભારત માટેનો પ્રેમ તેમનો આજે પણ જેમનો તેમ છે. આઇટી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા આશિત ગાંધી વર્ષો પહેલા અમેરિકા સ્થાયી થયા છે. પણ આજે પણ તેમના દિલમાં સુરત અને ભારત માટેનો પ્રેમ યથાવત છે.

ફોર વ્હીલ પર લગાવી સુરતના નામની પ્લેટ :

સુરતમાં રહેલો વ્યક્તિ ક્યારેય સુરતને પોતાનાથી અલગ કરી શકતો નથી. આશિત ગાંધીએ પોતાની ફોર વ્હિલ કારમાં નંબર પ્લેટની જગ્યાએ સુરત શહેરના નામની પ્લેટ લગાવી છે. અહીં પણ સાત ડિજિટલ ધરાવતી સામાન્ય નંબર પ્લેટ હોય છે, પણ આશિત ગાંધીએ રૂપિયા ખર્ચીને પોતાની ગાડી માટે આ નંબર પ્લેટ કરાવી છે.

આશિત ગાંધી સાથે TV9 એ કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સુરત માટે મારો પ્રેમ તો છે જ. અહીં કોઈપણ વ્યક્તિ જયારે આવી કસ્ટમાઇઝડ પ્લેટ જુએ છે, ત્યારે સૌથી પહેલા તેઓ તેના વિશે પૂછે છે. તેઓએ વધુ ઉમેર્યું હતું કે મને જયારે કોઈ સુરત વિશે પૂછે છે તો હું અહીંની ડાયમંડ ઇન્સ્ડસ્ટ્રીઝથી શરૂઆત કરું છું. કે વિશ્વમાં જોવા મળતા ડાયમંડમાં 90 થી 95 ટકા ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે. આ રીતે તેમણે સુરતથી વાકેફ કરાવું છું.

હું દેશની બહાર છું, દેશ મારી બહાર નથી :

પછી જયારે વાત આગળ વધે તે પછી મારી વાત હંમેશા આપણા દેશ અને હિંદુ સંસ્કૃતિ પર આવે છે. આપણા દેશની હિંદુ સંસ્કૃતિ નો વારસો અને તેની ભવ્યતા કેટલી મહાન રહી છે તેનો પરિચય હું લોકોને આપું છું. તેઓએ એ પણ કહ્યું હતું કે ત્યાં રહીને સુરત, ભારત અને હિંદુ સંસ્કૃતિ નો સંદેશો આપીને તેઓ દેશના સારા બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંગે છે. આશિત ગાંધીએ વધુ માં ઉમેર્યું હતું કે હું મારાં સોશિયલ મીડિયામાં પણ આ બાબતો પર જ વધારે ભાર આપું છું. કે હું ભલે દેશ બહાર હોઉં દેશ મારી બહાર ક્યારેય નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati