Surat : અમરોલી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો, કુલ પાંચ લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરત(Surat) પોલીસ વોચમાં હતી અને પાર્સલના નામે બંધ બોડી ના ટેમ્પો પકડી પાડેલ અને તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

Surat : અમરોલી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો, કુલ પાંચ લાખનો મુદ્દામાલ ઝડપાયો
Surat Crime Branch Liquor Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 28, 2022 | 6:23 PM

હાલમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને સુરત(Surat)પોલીસ સતર્ક થઈ છે અને ત્યાં સુરતના અમરોલી, સાયણ ચોકપોસ્ટથી આગળ ઇન્ડીયન પેટ્રોલપંપની પાસે આવેલ નવા રીંગ રોડ વાળા રસ્તે જાહેરમાંથી એક વ્યક્તિને  વિદેશી દારૂની અલગ અલગ કંપની બનાવટની વિદેશી દારૂ ની(Liquor)હેરાફેરી કરી રહ્યો છે તેના આધારે વોચમાં પોલીસ હતી પાર્સલના નામે બંધ બોડી ના ટેમ્પો પકડી પાડેલ અને તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

બુટલેગરો અવનવી એમાં વાપરીને વિદેશી દારૂ શહેરમાં લાવવા માટે પ્રયત્ન કરતા

સુરત શહેર પીસીબી દ્વારા માહિતીના આધારે અમરોલી વિસ્તારમાં થી એક ટેમ્પો પકડી પાડેલ અને તેમાંથી તપાસ કરતા નાની મોટી વ્હિસ્કીની/બીયરટીનની કુલ પેટીઓ નંગ.59 મળી આવેલ જેની અંદર કુલ બાટલીઓ નંગ.2568 જેની કુલ કિંમત 2,09,760 કબ્જે કરી હતી સાથે પોલીસ દ્વારા ટાટા એસ ટેમ્પો ગાડી તથા મોબાઇલ ફોન નંગ,02  મળી કુલ્લે કિ.રૂ.5,13,260  ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર પી.સી.બી. ની ટિમ સુરત શહેરની અંદર તહેવારો આવતારી સાથે જ બુટલેગરો અવનવી એમાં વાપરીને વિદેશી દારૂ શહેરમાં લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે અલગ અલગ બ્રાન્ચો દ્વારા આ બુટલેગરોને ઝડપી પાડવા માટે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેર નાઓની સુચનાથી આગામી ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર હોય જેથી સુરત શહેર વિસ્તારમાં દારૂ/જુગારના ગુનાઓ સદંતર નાબુદ કરવાની સુચના આપવામાં આવેલ.

જે સંબંધે સુરત પીસીબીના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.સુવેરા દ્વારા પીસીબીની ટિમ ને સૂચના આપતા તાત્કાલિક તપાસ કરતા માહિતી મળી હતી તેના આધારે અમરોલી વિસ્તારમાંથી એક ટેમ્પો માંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો જે ટેમ્પાની અંદર કાપડના પાર્સલો લઈ જતા હોય તે રીતે ટેમ્પો પેક કરીને લઈ જવામાં આવતો હતો .

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દારૂને મુદ્દામાલની સાથે ઝડપી પાડી

જેથી કોઈને ખ્યાલ આવે નહીં કે ટેમ્પો ની અંદર કે વિદેશી દારૂ હશે પ્રથમ નજર જોતા એવું લાગે કે કોઈ પાર્સલનો ટેમ્પો જઈ રહ્યો છે.પોલીસે અમરોલી, સાયણ ચોકપોસ્ટથી આગળ ઇન્ડીયન પેટ્રોલપંપની પાસે આવેલ નવા રીંગ રોડ વાળા રસ્તે જાહેરમાંથી આરોપી ગેહરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન S/O નારાયણલાલ ગુર્જર જે વ્હાઇટ પેલેસ એપાર્ટમેન્ટ, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત શહેર મુળવતનઃ- દંતેડીગામ, તા.કરેડા, જી.ભીલવાડા રાજસ્થાન નાઓને સ્થળ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપની બનાવટની નાની મોટી બોટલો સાથે ઝડપી પાડ્યો.પોલીસે પકડેલ દારૂને મુદ્દામાલની સાથે ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી રાજુ ઉર્ફે કણભી ગુર્જર જે રહે.કણભીગામ, સાયણગામ પાસે, તા.ઓલપાડ જી.સુરત જેના પુરા નામ સરનામાની માહિતી નથી તેને વોન્ટેડ દર્શાવી પકડાયેલ તથા નહિ પકડાયેલ ઇસમ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અમરોલી પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">