સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટૉપ બેગની ચોરીના ગુના વધુ પ્રમાણમાં બનતા હોય તેમજ ભુતકાળમાં આવા પ્રકારના બનેલ ગુનાઓને શોધી કાઢવા સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નેલ્લોર ગેંગના 6 કુખ્યાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને 3,30,000 રોકડા, 3 મોટરસાઇકલ, ગિલ્લોર અને સાત મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.
રોકડા રૂપિયા 3,27,000, ત્રણ ટુ વ્હિલર મોટરસાયકલ, 2 ગીલોલ છરા, 7 મોબાઈલ નંગ અને પંચર પાડવા તેમજ ડીક્કી ખોલવા માટેનુ સ્ક્રુ ડ્રાઈવર કબજે કરવામાં આવ્યા છે.
આ આરોપીઓ IRB ના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય ત્યાંથી ટુ-વ્હિલર બાઈકની ખરીદી કરી શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટીફાય કરી તેની રેકી કરી તેનો પીછો કરતા હતા. જો ફરીયાદી પાસે એક્ટીવા હોય તો જ્યારે પાર્ક કરે ત્યારે તેની ડીક્કી તોડી તેમાંથી ચોરી કરે તેમજ જો ફોર વ્હિલર કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહે ગીલોલથી કાચ તોડી સીટમાં રહેલ બેગ ચોરી કરતા હતા.
તેમજ જો કારમાં માણસ એકલો હોય ત્યારે કારની આગળ 10-10 રૂપિયાની નોટો નાંખી તેના પૈસા પડી ગયા તેવુ કહી તેના તરફ ધ્યાન દોરાવી પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળીયા વડે પંચર કરી તેનો પીછો કરી જ્યારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરતા હતા.
આ આંતરરાજ્ય ગેંગના આરોપીઓ ટ્રેન મારફતે ચોરી કરવા આવતા હતા અને ચોરી કરીને જતા રહેતા હતા. તેઓએ 63 ગુનાની કબૂલાત કરી છે. જેમાં સુરતમાં 35, વડોદરામાં 14, વલસાડમાં 6, રાજપીપળામાં અને ભરૂચમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: શું સુરતમાં થશે નવાજુની ? વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 3 નગરસેવકોને તોડવાનો AAP નો આક્ષેપ