Surat : ઓએનજીસી બ્રિજ પાસે હિટ એન્ડ રનનો બનાવ, એકનું મોત અન્ય એક સારવાર હેઠળ

સુરતના(Surat)ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસકે નગર ચોકડી પાસે હિટ એન્ડ રનનો(Hit And Run) બનાવ બન્યો છે . જેમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર ભાઈ બહેનને ટક્કર કચડી(Accident) ફરાર થઈ ગયો હતો

Surat : ઓએનજીસી બ્રિજ પાસે હિટ એન્ડ રનનો બનાવ, એકનું મોત અન્ય એક સારવાર હેઠળ
Surat Ongc Bridge Accident
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:42 PM

સુરતના(Surat)ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસકે નગર ચોકડી પાસે હિટ એન્ડ રનનો(Hit And Run) બનાવ બન્યો છે . જેમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર ભાઈ બહેનને ટક્કર કચડી(Accident) ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બહેનની સામે જ ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.અકસ્માતને પગલે ડુમસ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકને પીએમ અર્થે મોકલી આપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ચાલક અકસ્માત સર્જી  ફરાર

સુરતના ઓએનજીસી બ્રીજ પાસે આવેલ એસ.કે નગર ચોકડીથી હજીરા જતા સર્વિસ રોડ ખાતે આજે એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના બનવા પામી છે. સુરતના વેસુ ખાતે આવેલ સુમન સાગર આવાસમાં રહેતા 49 વર્ષીય જીતેન્દ્રકુમાર ચૌહાણ તેની બહેન હંસાબેન ભરતભાઈ ચૌહાણ સાથે બાઈક ઉપર નોકરી પર જતા હતા.બંને ભાઈ બહેન એક જ જગ્યાએ નોકરી કરતા હોવાથી ઘરેથી સાથે નોકરીએ જવા નીકળ્યા હતા.આ દરમિયાન ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસ.કે નગર ચોકડીથી હજીરા જતા રોડ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ટક્કર મારી કચડી દીધા હતા.જેમાં બાઈક સવાર જીતેન્દ્રભાઈ પરથી ટ્રક પસાર થઈ ગઈ હતી. જ્યારે બહેન ટ્રકની ટક્કરથી ફંગોળાઈ જતા માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે ઘટનાને પગલે ટ્રક ચાલક અકસ્માત થયો હોવાનું જાણ હોવા છતાં ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જી ઉભો પણ રહ્યો ન હતો અને ભાગી છુટ્યો હતો.

108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા

અકસ્માતને અંજામ આપી ટ્રક ચાલક ફરાર થઈ ગયા બાદ આસપાસ થી તમામ લોકો ભેગા થઈ ગયા હતા.ઘટનાને પગલે લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલમાંથી ડુમસ પોલીસને ઘટના સ્થળે તપાસ માટે મોકલી હતી.પોલીસ આવ્યા બાદ ઇજાગ્રસ્ત હંસાબેન ચૌહાણને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા અને ઘટના સ્થળે જ મોતને ભેટનાર જીતેન્દ્રકુમાર ચૌહાણને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતા. પોલીસે અકસ્માતને પગલે અજાણ્યા ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બહેનની આંખોની સામે જ પોતાના ભાઈ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી

સુરતના વેસુ સુમન સાગર આવાસમાં રહેતા જીતેન્દ્રકુમાર ચૌહાણ હજીરા રોડ પર આવેલ AURO યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. જ્યારે તેમની બહેન પણ આ જ યુનિવર્સિટીમાં નોકરી કરતા હતા. જેને લઇ તેઓ રોજ પોતાની બહેનને સાથે લઈ નોકરીએ જતા હતા. દરમિયાન આજે સવારે એસ.કે નગર ચોકડી પાસેથી પસાર થતાની સાથે જ પાછળથી આવનાર ટ્રક ચાલકે કચડી માર્યા હતા.જેમાં બહેનની આંખોની સામે જ પોતાના ભાઈ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી.અને નજર સમક્ષ ભાઈનુ કમ કમાટી ભર્યું મોત જોવું પડ્યું હતું. જીતેન્દ્રકુમાર ચૌહાણનું મોત નીપજતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">